મુખ્ય માર્ગ પર આવેલો ટાવર જો ધરાશાઈ થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
મૂળી તાલુકાના સરા ગામે વર્ષોથી બંધ અને જર્જરિત હાલતમાં રહેલી બીએસએનએલ ઓફિસ બાબતે ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને રજુઆત કરાઇ છે. જેમાં સરા ગામે વર્ષોથી બંધ પડેલી ઓફિસ હાલ અસમાજિક તત્વોનો અડ્ડો બની ચૂકી છે સાથે જ બીએસએનએલ ઓફિસ નજીક આવેલો ટાવર પાસે નર્મદા સંપ હોવાથી ગામની મહોકાઓ અહી પાણી ભરવા માટે જાય છે આ ટાવર નીચેના ભાગથી બિલકુલ જર્જરિત હોવાના લીધે કોઈપણ સમયે ધરાશાહી થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે આ પ્રકારે આશરે 200 ફૂટ ઊંચાઈ ધરાવતો ટાવર નીચેના ભાગમાં જર્જરિત હાલતમાં હજવાના લીધે અહીથી પસાર થતા ગ્રામજનો અને પાણી ભાવ આવતા મહિલાઓ સતત ભયના ઓછા હેઠળ રહે છે તેવામાં સ્થાનિકો દ્વારા જર્જરિત હાલત હોવાથી અસામાજિક તત્વોની અડ્ડો બની ચેકેકી ઓફિસ અને જર્જરિત તવારને હટાવવા માંગ કરાઈ છે.