ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ શહેર તેમજ જિલ્લાની છ દાયકા જૂની અને પ્રતિષ્ઠિત ગ્રાહક સહકારી મંડળી એટલે ‘રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર (અપના બજાર)’ તાજેતરમાં તેમના સભાસદો સાથે જીવંત સંપર્ક રચવા અને સભાસદોને અપના બજારની પ્રવૃત્તિઓ તેમજ સભાસદો માટે અપના બજાર મેડિસીન્સ, ફ્રેન્ડી માર્ટ સહિતના યુનિટો દ્વારા વખતોવખત સ્કીમની જાણકારી પહોંચાડવાના હેતુસર ‘અપના બજાર ન્યૂઝ એન્ડ વ્યૂઝ’ નામથી ડિજીટલ મુખપત્રનું લોન્ચિંગ કરવામાં આવેલ હતું. આ ડિજીટલ ન્યૂઝ લેટર દર બે માસે (દ્વિમાસિક) પ્રકાશિત થશે અને તમામ સભાસદોને વોટ્સએપના માધ્યમથી મળતું રહેશે જેથી સંસ્થા તેમના સભાસદો માટે વિશેષ વળતર સહિતની અલગ-અલગ સ્કીમથી વાકેફ કરતી રહેશે અને સભાસદોને જીવન ઉપયોગી ચીજવસ્તુઓ તથા દવાઓ વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તા સાથે મળતી રહેશે.
અપના બજારના બોર્ડ રૂમમાં સાદગી અને ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વચેરમેન તથા સિનિયર મહેન્દ્રભાઈ શેઠ (બાલુભાઈ)ના વરદહસ્તે ડિજીટલ ન્યૂઝ લેટરનું લોન્ચિંગ કરવામાં આવેલ હતું. આ તકે અપના બજારના ચેરમેન ભાગ્યેશ વોરા, વા.ચેરમેન દિપક ચાવડા, મહેન્દ્રભાઈ શેઠ (બાલુભાઈ), અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, નયનાબેન મકવાણા, વિક્રમસિંહ પરમાર, ડો. જીજ્ઞાબેન પટેલ, ફુલાભાઈ શીંગાળા, જયંતભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ સમગ્ર કાર્યક્રમ અપના બજારના ચેરમેન ભાગ્યેશ વોરા અને વા.ચેરમેન દિપક ચાવડાની રાહબરીમાં વહિવટી અધિકારી નરેશભાઈ શુક્લ, કમલેશભાઈ ગજ્જર, સાગર જોષી, રાજ ચાવડા, પુજા મેર, લક્ષ્મીદાસ વાઘ, જયેશ કારોલીયા સહિતના કર્મચારીઓએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



