જૂનાગઢ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા બિલખા એસ.ટી.નાં કર્મચારીઓ માટે નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સ્ટાફ દિવ્યાબેન સોલંકી, કિશનભાઇ વૈદ્ય, જ્યોત્સનાબેન દેવમૂરારી તેમજ એસ.ટી.ના સ્ટાફ ગજુભાઇ વાંકનાં સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો જયારે આ નિદાન કેમ્પમાં સ્ટાફ ગણ સહીત અનેક લોકો જોડ્યા હતા અને પોતાનું નિદાન કરાવ્યું હતું ત્યારે આ નિદાન કેમ્પ એસટી કર્મચારી મંડળની જેહમતથી સફળ રીતે સંપન્ન થયો હતો.
બિલખામાં STનાં કર્મચારીઓ માટે નિદાન કેમ્પનું સફળ આયોજન થયું
Follow US
Find US on Social Medias