જૂનાગઢ મનપા બજાર કિંમત કરતા અઢીગણી કિંમત ભરવા સહમત થઇ
સ્થાયી સમિતિની બેઠકમાં આખરી નિર્ણય થશે
- Advertisement -
ખાસ-ખબરની જૂનાગઢ આવૃત્તિમાં ગત તા. 15 ફેબ્રુઆરી 2022નાં રોજ પ્રકાશિત કરાયેલો અહેવાલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જોષીપરાનાં કોમ્પ્લેક્ષને લઇ ખાસ ખબરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. આ અહેવાલ બાદ મનપાએ ફરી કોમ્પ્લેક્ષને વિચારવાનું શરૂ કર્યું છે. આગામી મળનાર સ્થાયી સમિતીની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. આ નિતીવિષક મુદાને લઇ કમિશનરે દરખાસ્ત કરી છે.
- Advertisement -
જૂનાગઢનાં જોષીપરામાં વેપારીઓએ કોમ્પ્લેક્ષ બનાવ્યું હતું. 3 વર્ષ પહેલા મનપાએ દબાણ દુર કર્યાં ત્યારે અહીંની જમીનમાં કોમ્પ્લેક્ષ બનાવવાની મંજુરી આપી હતી. પરંતુ પાછળથી આ જમીન સરકારશ્રીની નિકળતા સીલ મારી દેવામાં આવ્યું હતું. કોમ્પ્લેક્ષનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયા બાદ કામ અટકાવી દેતા વેપારીઓનાં રૂપિયા સલવાઇ ગયા હતાં. અનેક નાના વેપારીઓ આર્થીક રીતે નબળા પડી ગયા હતાં. આ મુદે અનેક વખત રજુઆત થઇ હતી. જનરલ બોર્ડમાં પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો ન હતો. ત્યારે ફરી મુદેને લઇ મહાનગર પાલીકાએ વિચારનું શરૂ કર્યુ છે. આગામી સમયમાં મળનાર મનપાની સ્થાયી સમિતીમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે અને આખરી નિર્ણય કરવામાં આવશે.
આ જમીનને અગાઉ મનપાની દરખાસ્ત સરકારમાં ગ્રાહય રાખવામાં આવી ન હતી.પરંતુ ફરી નવેસરથી મુલ્યાંકન કરી મનપા પાસેથી દબાણ નિયમબધ્ધ કરવા અંગેની કબજા કિંમત ભરપાઇ કરી સંમતી મેળવવા પુન: દરખાસ્ત કરવા જણાવ્યું હતું. પુન: દરખાસ્ત કર્યાં બાદ બજાર કિંમત નકકી કરવામાં આવશે. અને બજાર કિંમતનાં અઢીગણી રકમ ભરવા મનપા સંમત થયું છે. પરંતુ આ નિતીવિષક નિર્ણયની કમિશ્ર્નરે સ્થાયી સમિતીમાં દરખાસ્ત મુકી છે. કમિશ્ર્નર રાજેશ તન્નાની દરખાસ્તને લઇ સ્થાયી સમિતીમાં નિર્ણય કરવામાં આવશે. જૂનાગઢમાં મુદ્દો લાંબા સયમથી ચાલી રહ્યો છે. વેપારીઓને નુકશાન થઇ રહ્યું છે. આ કોમ્પ્લેક્ષનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે.


