વિસાવદર પેટા ચૂંટણીના અંતિમ ચરણે ત્રણેય પક્ષો વચ્ચે સટાસટી
ત્રણેય પક્ષે આમને સામને આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથે ચૂંટણીમાં ગરમાવો
ચૂંટણીપંચ અને પોલીસે ફરિયાદથી વિસાવદર ચૂંટણીનું રાજકારણ ગરમાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે મતદાનના એક દિવસ અગાઉ ત્રણેય પક્ષે સટાસટી જોવા મળી છે. અને રૂપિયાની લેવડદેવડ સાથે દારૂની રેઇડ થતા વિસાવદર પેટા ચૂંટણીમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે જયારે આવતીકાલે તા. 19 જૂનના રોજ મતદાન છે એવા સમયે ચૂંટણી જીતવા ત્રણેય પક્ષો એડીચોટીની જોર લગાવી રહ્યા છે. જયારે ચૂંટણીમાં રૂપિયા લેતીદેતી બાબતે ચૂંટણી પાંચમા ફરિયાદ થઇ છે જયારે દારૂ પકડયાના મામલે પણ જનતા રેઇડ થતા ધમસાણ મચી જવા પામ્યું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે આવતીકાલે મતદાન યોજાશે. વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એક હોદ્દેદારને રૂપિયાની લાલચ આપી આપમાંથી રાજીનામું તેમજ ઇટાલીયા વિરૂદ્ધનો વિડિયો બનાવીને વાયરલ કરવા માટે 2 લાખ રૂપિયા આપ્યાનો વિડીયો ખુદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ બનાવ્યો છે. ઇટાલિયાએ વિડિયોમાં એવો આક્ષેપ કર્યો હતો કે, આપના તાલુકા મહામંત્રી હરદેવ વિકમાને ભાજપે લાલચ આપીને ફોડવાની કોશીષ કરી. પણ વિકમાએ મને જાણ કરી દીધી એટલે ભાજપને ખુલ્લો પાડવા મેં આ લાઇવ સ્ટીંગ ઓપરેશન કર્યું છે.
જોકે હરદેવ વિકમાએ ચૂંટણી અધિકારીને કરેલી લેખિત ફરીયાદમાં રુપિયા કોંગ્રેસે આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આખો વિડીયો બનાવ્યા બાદ ઇટાલીયા વિસાવદરના પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને વિસાવદરની હોટલ સાયોના ગોલ્ડમાં તપાસ કરી તમામ સીસી ટિવી ફૂટેજ ચેક કરી રૂપિયા આપવા પાછળ કોની ભૂમિકા છે એ બહાર લાવવા માંગણી કરી છે. આ અંગે હરદેવભાઇ વિકમાએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી છે. જેમાં તેણે કોંગ્રેસના મહેન્દ્ર ડોબરીયાએ પોતાને ફોન કરીને લેરીયા ગામે બોલાવી પૈસા લઈને કોંગ્રેસનો પ્રચાર કરવા જણાવ્યું છે. સાથે ડોબરીયાને ઘેર લલિત વસોયા અને બીજા 3 લોકો હાજર હોવાનું જણાવ્યું છે.
રાજુ કરપડાની ટીમે દારૂની જનતા રેડ કરી
- Advertisement -
આપના રાજુ કરપડા સહિતનાએ કથિત જનતા રેડી કરી એક વાડીમાં પોલીસ સાથે પહોંચીને ત્યાં રહેલા દારૂનો વિડિયો બનાવી વાયરલ કર્યો હતો. બાદમાં ગોપાલ ઇટાલીયા પણ ત્યાં પહોંચ્યા હતા. અને વાડી ભાજપના એક આગેવાનના ભત્રીજાની હોઇ એ દારૂ ભાજપના ઉમેદવારે મતદારોને આપવા માટે લવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.