6300થી વધુ મકાનો પૂરગ્રસ્ત, અનેક વિસ્તારોમાં અંધારપટ
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.8
- Advertisement -
રશિયામાં ઉરાલ નદીમાં આવેલા પૂરને કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી જતાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાયેલા હતાં. પાણીના વધારે પડતા દબાણને કારણે એક ડેમ પણ તૂટી ગયો છે.પ્રાંતીય સરકારે શનિવારે ઓસર્ક વિસ્તારમાંથી બે હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તાર કઝાકિસ્તાન સરહદે આવેલુ છે.
ઓર્સ્કના મેયર વેસિલી કોઝુપિત્સાના જણાવ્યા અનુસાર 2400થી વધુ રહેણાંક ઇમારતોમાં પાણી પ્રવેશી ગયું છે તથા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. શનિવાર સમયે ડેમમાં પાણી 9.3 મીટર (30.51 ફૂટ)ની ઉંચાઇએ પહોંચી ગયું હતું. ઉરલ પર્વતીય વિસ્તારમાંથી 4000 લોકોને બચાવવામાં આવ્યા છે. ઓર્સ્કમાંથી બચાવવામાં આવેલા 2000 લોકોનો આ સંખ્યામાં સમાવેશ થયો છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
ઉરલ નદીની લંબાઇ 2428 કિમી છે. રશિયાની ઇન્વેસ્ટિગેટીવ કમિટીએ ડેમ તૂટી જવાની ઘટના અંગે તપાસ શરૂૂ કરી દીધી છે. રશિયન સરકારે ઓરેનબર્ગ વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ ઇમરજન્સીની જાહેરાત કરી છે. સ્થાનિક સરકારના જણાવ્યા અનુસાર ઉરાલ નદીનુ જળસ્તર વધવાથી 885 બાળકોે સહિત 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુ 2000 મકાનોમાં પાણી પ્રવેશી જતાં પૂરગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને 6300 થઇ ગઇ છે. રશિયાના ઇમરજન્સી બાબતોના પ્રધાને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.