રાજકોટ શહેર પોલીસ તથા બિંગ યુનાઇટેડના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ નિમિત્તે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલોથોન આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટને નશા મુક્ત કરવાનો છે.
- Advertisement -
ગાંધી જયંતિના દિવસે ખાસ યુવા વર્ગ માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સાયક્લોથોનના આયોજન થકી યુવા વર્ગને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાયક્લોથોનો પ્રારંભ મહાત્મા ગાંધી મ્યુઝિયમથી કરવામાં આવ્યો હતો. આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઇ બહુમાળી સર્કલ ખાતે સમાપ્ત થશે.
સાયકલોથોન જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજના બેનરો સાથે નીકળી હતી. રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. તેમજ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો.