રજાનાં દિવસોમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાના ઉંબા ગામે અંદાજીત 1600 વર્ષ પૌરાણીક અને પ્રાચીન ઓેેમનાથ મંદિર આવેલ છે. આ મંદિરની સ્થાપના 13મી સદીમા થઇ હોવાનુ માનવામાં આવી રહ્યું છે. ઉંબા ગામના લોકો, વેરાવળ તાલુકા પંચાયત,ગ્રામ પંચાયત દ્વારા આ જગ્યાનો હાલ ઘણો વિકાસ કરાયો છે.કહેવાય છે કે આ સાધુ સંતોનો ભૂમી છે આ જગ્યાની જાળવણી વષોં થી સાધુ સંતો કરતા આવ્યા છે અને આજેપણ ઓલ ઇન્ડિયા નિર્મુલી અખાડા સાધુ સમાજના પ્રમુખ રાજેન્દ્ર દાસ બાપુની દેખરેખ હેઠળ આ જગ્યાની જાળવણી કરવામા આવી રહી છે.ઓમનાથ મહાદેવ ઉપરાંત અનેક દેવદેવતાઓના મંદિર અહી આવેલા છે.મંદિરની ચારે તરફથી દેવકા નદીનો પ્રવાહ કાયમી વહેતો જોવા મળે છે. સરમણભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે,તાલુકા પંચાયત દ્વારા સ્નાનઘાટ, આરસીસી- સીસી રોડ, સ્મશાનનુ ડેવલોપમેન્ટ, લાઇટો, ઉંબાને જોડતા રસ્તાઓ આ સહીતના કામો કરેલા છે વધુમા વિશાળ કોમ્યુનીટી હોલ, ગેસ્ટહાઉસ, રસ્તાઓ પહોળા, ઉંબા ગામથી ઓમનાથ મહાદેવ મંદિર સુધી લાઇટો, 150 મીટર સુધીનો રીવરફ્રન્ટ સહીતના કામો હાથ ધરેલ છે.