જૂનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્રમાં ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રી મેળો યોજાય છે જેમાં પ્રતિ વર્ષ 10 થી 15 લાખ લોકો પધારે છે જેમાં ગિરનારની યાત્રા પણ કરેછે ત્યારે આજે મહા શિવરાત્રી પર્વ નિમિતે હજારોની સંખ્યામાં યાત્રિકો ગિરનાર ના વિવિધ ધર્મ સ્થાનોની યાત્રા કરી હતી જેમાં અંબાજી મંદિર પાસે ના પરિસર પાસે યાત્રિકોની ભીડ એકત્ર થઇ જતા અવ્યવસ્થા સર્જાય હતી અને સીડી પર ભાવિકોનો ઘસારો સર્જાતા યાત્રિકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો એક તરફ ગિરનાર રોપ-વે થી ભાવિકો આવ્યા અને બીજી તરફ સીડી ચડીને ને પણ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા મંદિર પરિસર આસપાસ ભારે ભીડ થતા ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં યાત્રિકો ભીડથી અવ્યવસ્થા સર્જાય
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/giranar-ambaji-mandir-parisar-bhaviko-bhid.jpg)
Follow US
Find US on Social Medias