મોરબી હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં 141થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે અને મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મોટા નેતાઓ પણ મોરબી ખાતે દોડી ગયા હતા. ત્યારે 141 જેટલી માનવ જિંદગીને મોતના ખપ્પરમાં હોમી દેવાના આ પાપમાં જવાબદાર કોણ તવો અણિયારો સવાલ લોકોમાં ઊભો થયો છે. હાલ લોકો મોરબી પાલિકા અને ઓરેવા ગ્રુપની કામગીરી સામે આંગળી ચીંધી રહ્યા છે.
- Advertisement -
મોરબી હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા 500 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાને પગલે તુરુંત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુણેનારો વિરુદ્ધ માં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2022
- Advertisement -
મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુણેનારો વિરુદ્ધ માં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
– મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
– ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
– CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
– આખી રાત સેનાની ટુકડીઑ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
– મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
– તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
– મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
– દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ, ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા