ડારી ટોલ નાકાએ દાદાગીરી કરતા ફરિયાદ નોંધાઇ
ખાસ-ખબર સંવાદદાતા
આપનાં ઉપાધ્યક્ષ અને સોમનાથ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલવાળા ગત 15ની રાત્રે ટોલનાકેથી પસાર થતી વખતે બેરેક આડુ હોય તેથી કાર અટકાવી બહાર નીકળી ફરજ પર્ણ કર્મચારીને ફડાકા ઝીકી માથાકૂટ કરતા અને બાદમાં ત્યાંથી નીકળી ગયા હતા. આ બાબતે પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગત 15ની રાત્રીના 12 વાગ્યાની આસપાસ વેરાવળ નજીક આવેલા ડારી ટોલબૂથ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે દાદાગીરી કર્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં જગમાલભાઈ વ્હાઈટ કલરની કારમાં આવી ટોલબૂથ પર બેરેક શું કામ રાખ્યાં છે એમ કહીને ટોલબૂથના કર્મચારીને ફડાકા ઝીંકી દીધા હતા.
- Advertisement -
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં આદ્રી ટોલ બુથના ધરમકુમાર રાણા ભાઈ વાજાએ ફરિયાદ નોંધાવતા પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. થોડા સમય અગાઉ પણ આ જ ટોલબૂથ પર માથાકૂટ પ્રોજેક્ટ ડાયરેક્ટરને માર મારવા અંગે પોલીસ ફરિયાદ થયેલી છે. જગમાલ વાળા ટોલબૂથ પર પહોંચ્યા એ સમયે તેની આગળની કાર પસાર થવામાં થોડો સમય લાગ્યો હતો. ગુસ્સે થઈ એક-બે ફડાકા ઝીંકી દઈ માથાકૂટ કરી હતી. પોલીસે કલમ-323, 504 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પીઆઈ ગોહિલે જણાવ્યું છે.