છાત્રએ સ્યુસાઇડ નોટ લખી, કરૂણ વિડીયો વાયરલ કરી પગલું ભરી લીધું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધીકાના છાપરા ગામે રહેતા ધો. 11ના વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરૂના આપઘાત અંગે મોટાવડા હાઈસ્કૂલના બે શિક્ષિકા અને આચાર્ય સામે મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધાયો છે. આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષિકા મોસમીબેન શાહ, વિભુતીબેન જોષીની અટકાયત કરવા મેટોડા પોલીસે તજવીજ હાથ ધરી છે તરુણ છાત્રએ સ્યુસાઇડ નોટ લખી પોતાના મોબાઇલમા બે અલગ અલગ વિડીયો બનાવી ઘરના રૂમમાં છતના નકુચામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.
- Advertisement -
છાપરા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં મૃતકના પિતા ભરતભાઇ ડુંગરભાઈ વરૂએ ત્રણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પત્ની જયાબેન તથા એક દિકરો ધ્રુવિલ ઉં.16 તથા એક દિકરી શ્રુતી ઉ.13 છે જે છાપરા પ્રાથમિક શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. નાનો દિકરો નામે સોહમ ઉં.9 જે મારા મોટાભાઈ રાજેશભાઈ ડુંગરભાઈ વરૂને દતક આપેલ છે ધ્રુવિલ મોટાવડા ગામની માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો ગત તા.19/10/2024 ના રોજ મારા દિકરા ધ્રુવિલને છ માસીક પરીક્ષા ચાલુ હોય સવારે સ્કુલે ગયો હતો. અને હું માલઢોર ચરાવવા છાપરા ગામની સીમમાં ગયેલ હતો. ત્યારે બપોરે દિકરા ધ્રુવિલનાં મોબાઇલમાંથી સોહમનો ફોન આવેલ કે, ધ્રુવિલને મજા નથી. તમે જલ્દી ઘરે આવો.
જેથી હું મારા માલઢોર મારા નાના ભાઈ વિજયભાઈને સાચવવાનું કહી ઘરે આવેલ ત્યારે મારી પત્ની તથા પાડોશીઓ ઘરે એકઠા થઈ ગયા હતા ધ્રુવિલ ક્યાં છે પુછતા તેણે કહેલ કે, ધ્રુવિલે ગળેફાંસો ખાઇ લીધો છે. રાજેશભાઇ અને બીજા માણસો તેને દવાખાને લઇ ગયેલ છે ઘરમાં જોયેલ તો પહેલા રૂમમાં ખુરશી અને તેની ઉપર ત્રણ ઓસીકા રાખેલ હતા. તથા છતનાં નકુચામાં ચુંદડી બાંધેલ હતી. જેથી મે મારી પત્નીને આશ્વાશન આપેલ કે, ધ્રુવિલને દવાખાને લઇ ગયેલ છે. તેને સારૂ થઇ જશે.
તેમાં દેખાતી ચીઠ્ઠીની રૂમમાં તપાસ કરતા મળી આવેલ નહીં. સાંજે મારા મોટાભાઇ રાજેશભાઈ અને ઘરનાં ભીજા સભ્યો ઘરે પરત આવી રડતા હોય શું થયુ છે અને ધ્રુવિલ ક્યાં છે ? તે બાબતે પુછતા રાજેશભાઇએ જણાવેલ કે, અમો રમેશભાઈ વરૂની ગાડીમાં ધ્રુવિલને દવાખાને લઇ જતા હતા ત્યારે દેવગામના પાટીયા પાસે 108 એમ્બ્યુલન્સ સામે મળતા ધ્રુવિલને 108માં સરકારી હોસ્પીટલ લોધીકા ખાતે લઇ ગયેલ જ્યા ફરજ પરના ડોકટરે ધ્રુવિલને મૃત જાહેર કરેલ હતો અને પોલીસે પી.એમ. કરાવી લાશનો કબજો સોંપતા અંતીમ વિધી માટે અહી લાવેલ છીએ હાલ પોલીસે આચાર્ય અને બે શિક્ષિકા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રુવીલએ વિડીયોમાં વર્ણવેલી આપવીતી
ધ્રુવિલના મોબાઇલમાં ચેક કરતા તેમા તેણે બે વીડિયો બનાવેલ હોવાનું જણાયેલ જેમાં પ્રથમ વીડિયોમાં તે બોલતો હતો કે, ” મમ્મીતુ ખુશ રેજે હંમેશા, પપ્પા તમે પણ ખુશ રેજો અને તો જ મારી આત્માને શાંતિ મળશે પપ્પા ખુશ રે જો તમે બધાય મારા ગયા પછી તમે કોઇ રોતા નહી નકર હું પણ દુ:ખી થઈ જઈશ તથા બીજા વિડીયોમાં તેના હાથમાં એક ચીઠી હતી અને રડતા રડતા બોલે છે કે, ” પત્ર રયોને મમ્મી એ મે જ લખ્યો હૈ મારા હાથેથી તમે બધાય એ પત્ર વાંચી લેજો અને મમ્મી માફ કરી દેજો મારી સાથે આજ સરે આવુ કર્યુ હું જો તારી સાથે નો હોત આજ મે આ પગલુ ન ભર્યું હોત તો પોલીસ મને લઇ જાત મમ્મી હું ત્યાં જેલમાં નો રય શકું તેવા વીડિયો હોય.
- Advertisement -
આઈ લવયુ મોમ, આઈ લવયુ ડેડ લખેલી સ્યુસાઈડ નોટ કબજે
ધ્રુવિલનાં પેન્ટનાં ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળેલ છે. જેમા લખેલ હતુ કે, મારા મોતનુ કારણ વાંચજો આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા. મમ્મી અને પપ્પા મારો કાઇ વાક નહોતો તોય મારી ટીચરએ મને મે સાબિત કરીને આપ્યુ કે પેપર મે ઘરે નથી લખ્યુ તો પણ તેને પોલીસની ધમકી આપી અને મારા પેપર ચોકડા માડ્યા અને આવુ પેલીવાર નથી કાલે મે ખુદે પેપર એના હાથમાં આપ્યુ હતુ તોય તે તેને મારા ઉપર પોલીસની ધમકી આપી તેને બી. એ. ના પેપરમાં મારૂ બધુ સાચુ લખાણ હતુ તો કોઇ ને ના કરે મારા એક ઉપજ તે ને કઇરુ મને મોઢે પ્રશ્ર્ન પુછયા અને તેને એકમકસોટીના પેપરમા પણ આવુજ કર્યું હતુ, અનુ ત્યા પણ મારી પાસે મોઢે પેપર લખાવ્યુ હતુ. અને મારી 25 માથી 23 માર્ક આવ્યા હતા. તો પણ મારી સાથે આજે પણ તે ને આવુ કર્યું. મમ્મી મે આજે આ પગલુ નાભર્યું હોત તો સોમવારે હુ પોલીસ સ્ટેશનમાં હોત. આને મારે આવુ પગલુ ભર્યું છે. જો મમ્મી સાચુ બોલુ છુ તારા હમખાયને હુ કવ છુ કે મે મમ્મી મે પેપર નથી. લખ્યુ મે સર ખુબજ સમજવાનો પ્રયત્ન કર્યો પણ તેને મારા ઉપર પોલીસ કેસ કરવાના છે તેથી મે આપગલુ ભર્યું. આમા સોલંકી સર મારે સાથે પણ મોસમીમેડમ અને સચીન સર અને વિભુતી મેડમ એ જ મારી સાથે આવુ કર્યુ.