જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે ગેમઝોન મામલે પોલીસની કાર્યવાહી
સાસણ ગિર આસપાસ રિસોર્ટ અને હોટલોની તપાસ થશે
- Advertisement -
જૂનાગઢ મનપાએ 25 સ્થળોને સીલ મારી દીધાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડમાં 30 જેટલી જીંદગી હોમાઈ જતા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમઝોન સહીત જગ્યા પર કડક હાથે કામગીરી શરુ કરી છે જેમાં જૂનાગઢ શહેરમાં આવેલા ચાર ગેમઝોન સહીત જિલ્લાના કુલ 7 ગેમનઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદી બનીને ગુનાહ નોંધવામાં આવ્યા છે.ત્યારે મનપા દ્વારા પેહલા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે બાદ હવે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગેરકાયદેસર ચાલતા ગેમઝોન સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ પોલીસના જણાવ્યા અનુસાર ઉપરકોટમાં આવેલ સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રા.લી.ના સંચાલક પ્રવિણ દુદા મહિડા, ઝાંઝરડા રોડ પર આવેલા સ્નુક સીટી ગેમઝોનના જયદેવસિંહ નિર્મલસિંહ વાઘેલા, રોયલ ગેમઝોનના સંચાલક શબીર નૂરમહમદ સુમરા, કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા કિશોર કોમ્પલેક્ષના ત્રીજા માળે ગેરકાયદેસર રીતે ચાલતા લાયન ગેમ ઝોનના સંચાલક પરબત નાથાઉલવા અને માંગોરળના આનંદ મનસુખ વાજા તેમજ માંગરોળમાં આવેલા શુભ ગેમઝોનના સંચાલક વિશાલ ચંદ્રકાન્ત કુબાવત તેમજ લાયન સ્નુકર હબના સંચાલક આનંદ મનસુખ વાજા સામે પોલીસે આઇપીસી કલમ 336,114 અને જીપીએકટ 1311 (ક) મુજબ ગુનો દાખલ કર્યો છે.
- Advertisement -
હજુ જે ગેમઝોનને સીલ કરવામાં આવ્યા છે તેના સંચાલકો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ તો પોલીસની આ કાર્યવાહીના કારણે ગેરકાયદેસર ગેમઝોન ચલાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત ગિરનાર દરવાજા નજીક આવેલી વાસુ સુંદર ઓર્ગેનાઇઝર ધ ફર્ન લીઓ રીસોર્ટ એન્ડ કલબમાં ગેરકાયેસર ગેમઝોનને સીલ કરવામાં આવ્યુ હતુ. આ મામલે પોલીસે ગેમ ઝોનના સંચાલક યતીન નરેન્દ્ર કોટેચા સામે ભવનાથ પોલીસમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મનપાએ 20 દુકાનો સાથે 25 સ્થળોને સીલ માર્યા
રાજકોટ દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકા સફાળી જાગી છે ત્યારે ફાયર એનઓસી, બીયુ સર્ટીફીકેટ મામલે તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં ર0 દુકાનો સહિત 25 સ્થળોને સીલ મારી દેવામાં આવ્યા છે. જ્યારે મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશની સુચના અને ડીએમસી એ.એસ.ઝાપડાના માર્ગદર્શમાં મનપાની વિવિધ ટીમો દ્વારા 26 મેથી ચેકીંગ હાથ ધરાયુ છે. ચેકીંગ દરમિયાન ફાયર એનઓસી, બીયુ સર્ટીફીકેટ ન હોય તેવી દુકાનો સહિતની જગ્યાને સીલ મારી દેવામાં આવ્યા છે.