ઝાલણસર શ્રીધામ ગુરુકુળના સ્વામીને ગાળો આપીને માર્યો માર
વિજયપ્રકાશ સ્વામીનો માર માર્યાનો વિડીયો વાઇરલ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો: રાજકોટના બે શખ્સ સહિત 6 લોકો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામે આવેલ શ્રીધામ સ્વામિનાયણ ગુરુકુળના સ્વામી વિજયપ્રકાશને કેટલાક શખ્સો એ તા.24 મેં 2024ના રોજ શ્રીધામ ગુરુકુળ ઓફિસમાં બેફામ ગાળો ભાંડીને માર મારતાનો એક વિડિઓ વાઇરલ થતા જમીન લેતીદેતી પ્રકરણ બાબતે સ્વામીને મારમાર્યો હોવાનો સમગ્ર મામલો બહાર આવ્યો છે જયારે આ માર મારવાના મામલે સ્વામી વિજયપ્રકાશે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
સ્વામી વિજય પ્રકાશ માર મારવા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, શૈક્ષણીક ક્ષેત્ર માટે જમીનની જરૂરીયાત હોવાના કારણે અમે જમીન શોધતા હતા ત્યારેે જસ્મિન માઢક અને જય મોલીયાએ અન્ય દલાલો મારફત અમારો સંપર્ક કરી અમારી સાથે બેઠક કરેલા બાદમાં બે-ત્રણ બેઠક પછી અમારે જોઇતા ભાવ સાથે દેહ ગામ નજીક ઘણી મોટી જગ્યા અમારી પાસે છે તેમ જેટલી જોઇતી હોય તેટલી આપીશુ અને આ જગ્યાનું ફાઇનલ કરવા માટે ટોકન આપવાનું કહેતા અને જમીન માલીકીના ડોકયુમેન્ટ જોઇને તા.29-1-24ના રોજ રૂા.50.51 લાખનું ટોકન રોકડામાં આપી અમોને પ્રોમીશરી નોટ કરી આપેલ અને જમીન લેતી દેતીનું નક્કી કરેલ. ત્યાર બાદ સ્વામીને જાણ થતા કે, આ જગ્યાના ઘણા નીચા ભાવની છે અને જે લોકોએ જમીનનો સોદો કર્યો છે એ ખૂબ ઉંચા ભાવ લેતા હોય જે શંકાના આધારે અમોએ આગળનું પેમેન્ટ આપીલ નહીં અને અવાર-નવાર આ લોકો અમારી પાસે આગળના રૂપિયાની માંગણી કરતા હોય જ્યારે અમે થોડા દિવસો ખમી જવાનું કહેતા તેઓએ અમોને અવાર-નવાર જમીન લઇ લેવા અને રૂપિયા આપવા બાબતે ધમકીઓ મળતી હોય ત્યારે એક મહિના પહેલા અમારે જમીન લેવી નથી
અને અમારા રૂપિયા પરત આપી દેવાનું કહેતા જે વાતનો ખાર રાખીને છ લોકોએ એક સંપ કરી અને માર મારી બદનામ કરવાનો વિડીયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્વામી વિજય પ્રકાશે તાલુકા પોલીસ સ્ટેશનમાં જસ્મિનભાઇ બાલા શંકર માઢક રહે.મકાલી ભૂવન નવલ નગર રાજકોટ, જય મોલીયા રહે.રાજકોટ, પ્રકાશ વાઘ રામભાઇ આહીર મંગલમ પેટ્રોલ પંપ જાલણસર તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસે આઇપીસી કલમ 323, 452, 143, 147 149, 504, 506(ર), 500ની કલમ ઉમેરી છ ઇસમો સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.