ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે મેડિકલ કોલેજ સેવા સહયોગથી સાંદીપનિ વિદ્યાનિકેતનના કર્મચારીઓ, ગુરુજનો તથા વિદ્યાર્થીઓ માટે સીપીઆર તાલીમ કેમ્પનું સાંદીપનિ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સુરેશ ગાંધી, સાંદીપનિના ટ્રસ્ટી અને મેડિકલ કેમ્પના ચીફ કોર્ડીનેટર ડો. ભરત ગઢવી, પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર, ડો. મયંક જાવિયા, વિમલભાઈ હિંડોચા, ડો. મિરલ જોષી, ડો. અંજનાબેન જેઠવા તેમજ તેમની ટીમ, બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો.બિપીનભાઈ જોષી, સાંદીપનિ ગુરુકુળના આચાર્ય કમલભાઈ મોઢા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પૂર્ણાહુતિ પ્રસંગે બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય બિપીનભાઈ જોષીએ ઉપસ્થિતિ સર્વે મહાનુભાવો ગુરુજનો તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોરબંદરમાં વિદ્યાર્થીઓ માટે સી.પી.આર તાલીમ કેમ્પ સાંદીપનિ સભાગૃહમાં યોજાયો
