છરી, તલવાર, કુહાડી દેખાડી ‘માપમા નહીં રહો તો’ કાપી મારી નાખવાની ધમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના નવા થોરાળાના વણકરવાસમાં બે દિવસ પૂર્વે બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારા અંગે ગઈકાલે એક પક્ષના 20 શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ સામા પક્ષે 14 શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નવા થોરાળામાં રહેતા મીતભાઈ કિશોરભાઇ પરમાર ઉ.19એ કેવલ સોંદરવા, શામજી મકાભાઈ મકવાણા, દિલીપ પ્રેમજીભાઈ ચૌહાણ, હરેશ મોહનભાઇ ખીમસુરિયાં, કરણ મોહનભાઇ ખીમસુરિયાં, મેહુલ સોલંકી, સંજય દલાભાઈ ખીમસુરિયાં, ગૂલી મકાભાઈ મકવાણા, દેવશીભાઇ મકાભાઈ મકવાણા, દેવશીભાઈનો દીકરો ગુગો, ચિરાગ શામજીભાઈ મકવાણા, નાગેશ શામજીભાઈ મકવાણા, ગૌતમ ઉર્ફે ગોગો વાલ્મિકી અને રોહિત ઉર્ફે બાઠી રાઠોડ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પિતા સાથે પલ્મબીંગ કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવુ છુ ગત તા.29ના રોજ
- Advertisement -
સાંજે હું મારૂ એક્ટીવા લઇને પાડોશમાં રહેતા નયન જ્યોતીશભાઈ દાફડા સાથે ચા પાણી પીવા માટે જતો હતો ત્યારે નાગેશ તથા ચિરાગ તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ અમારી સાથે બોલાચલી ઝઘડો કર્યો હતો જેથી અમે ત્યાંથી જતા રહ્યા હતા ફરી આવી ઝઘડો કરતા અમે ત્યાંથી ઘરે જવા નીકળ્યા હતા ત્યારે અમને ઉભા રાખી છરી-ધોકાથી હુમલો કરી ઢીકાપાટૂનો માર માર્યો હતો જેથી અમને સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ ગયા હતા બાદમાં મારા પિતાએ મને વાત કરી કે હરેશ મોહનભાઈ ખીમસુરીયાએ ફોન કરી અને શામજી મકવાણાને કોન્ફરન્સમાં લઇ બેફામ ગાળા ગાળી કરી હતી અને હરેશે તારા દિકરાને ગોતીયે છીએ અને તેના ટાટીયા ભાંગી નાખવા છે તેમ કહી ધમકી આપી હોવાનું જણાવ્યું હતું બાદ ગઇ તા.4ના રોજ પણ હુ ઘર નજીક બેઠો હતો ત્યારે કેવલએ આવી તને કંઈ હવા છે તેમ કહી મને ગાળો દઈ છરી દેખાડતા હુ ડરીને ઘરે જતો રહ્યો હતો બાદ ગઇ તા.11ના રોજ કેવલ જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો અને મને ઘરની બહાર નીકળવાનુ કહેતો હતો અને શામજી મકાએ આવીને તમને બધાને જોઈ લેશે તેવી ધમકી આપી હતી જેથી મારા પિતાજીએ 112મા ફોન કરતા થોડીવારમાં112 ગાડી આવી જતા આ કેવલ ત્યાંથી ભાગી ગયો હતો.
બાદ સાંજના અમારી સોસાયટીમાં રહેતા અશરફકાકાની દીકરી સાયનાબેનના લગ્નનો કરીયાવરનો સામાન લેવા જવું છે તેમ કહેતા હું તેના ઘરે ગયો ત્યા અમે ઉભા હતા તે બાજુ ઉપરોક્ત લોકોએ આડેધડ ઈટો, પથ્થર તથા કાચની બોટલોના ઘા કર્યા હતા તેમજ છરી, તલવાર, કુહાડી દેખાડી માપમા રહેવાની અને નહીં રહો તો કાપી મારી નાખવાની ધમકી આપેલ હતી દરમ્યાન અરશરફકાકા સમજાવવા જતા તેને ઈટનો ઘા લાગી જતા ઈજા થઇ હતી જેમને હોસ્પિટલે ખસેડ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.



