ખાસ-ખબર સંવાદદાતા
મોરબી કચ્છ હાઈવે ઉપર સૂરજબારી પુલ નજીક કોઈ કારણોસર ક્ધટેનર ટ્રક નંબર જીજે-12-બીડબલ્યુ-2538 માં આગ લાગી હતી. આ ઘટના અંગે મોરબી ફાયર બ્રિગેડ ટીમને જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગને કારણે ક્ધટેનર ટ્રકના ટાયર સળગી ગયા હતા અને ટ્રકની કેબિન પણ આગમાં ભડથું થઇ ગઈ હતી પરંતુ સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
મોરબી કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ક્ધટેનર ટ્રકમાં આગ ભભૂકી
