આ અભિયાનમાં તા. 20 સુધીમાં હિંદુ સમાજને યોગદાન આપવા અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
વિ.હિ.પ.ના રાષ્ટ્રીય વક્તા તેમજ સંગઠન મંત્રી મિલિંદજી પરાંડેના રાજકોટ પ્રવાસ દરમિયાન માર્ગદર્શન આપવા માટે પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠિનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં રાજકોટના ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો. હિંદુ પરંપરાઓની રક્ષા તેમજ હિંદુ સમાજને સંગઠીત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ મિલિંદજીએ રાજકોટની ધર્મપ્રેમી જનતાને ધર્મરક્ષા નિધિ આપવા માટે આહવાનસહ અપીલ કરી હતી, જેને વધાવતા ઉપસ્થિત આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નાગરિકો, ધર્મપ્રેમી જનતાએ આહવાન ઝીલીને આ ધર્મરક્ષા નિધિમાં સ્થળ પર જ માતબર રકમનું અનુદાન આપીને અભિયાનનો પ્રારંભ કર્યો હતો. રાજકોટવાસીઓની ઉદારદિલી જોઈ રાષ્ટ્રીય સંગઠન મંત્રી મિલિંદજી પરાંડે પણ ખૂબ ભાવવિભોર બની ગયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરીયા હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાંતુભાઈ રૂપારેલીયા, અશોકસિંહ ડોડીયા, હસુભાઈ ચંદારાણા, ભાવેશભાઈ ઠક્કર તેમજ વિ.હિ.પ.ના વનરાજભાઈ ગરેયા, રાજાભાઈ વાવડી, રાજુભાઈ જુંજા, મનોજભાઈ ડોડીયા, હેમલભાઈ ગોહેલ, ભાવેશભાઈ લાઠીયા, આલાપભાઈ બારાઈ, આશીષભાઈ શેઠ, રાહુલભાઈ જાની, દિપકભાઈ ગમઢા, રવિન્દ્રભાઈ બડગુજર, સુશીલભાઈ પાંભર, વિજયભાઈ કારીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી, તેમજ કાર્યક્રમની વ્યવસ્થામાં જે. ડી. સોમૈયા, કિશનભાઈ સેલાર, અશ્ર્વિનભાઈ સોલંકી, હર્ષભાઈ વ્યાસ, વિનયભાઈ કારીયા, દિલીપભાઈ દવે, રાજુભાઈ ઉમરાણીયા, બટુકભાઈ વાઘેલા, નવીનભાઈ વાઘેલા, વિનુભાઈ ટીલાવત તથા રાજુભાઈ જોગરાણા, માવજીભાઈ ડોડીયા, દેવાંગભાઈ માકડ, ચમનભાઈ સિંધવ, ચંદુભા પરમાર, નિલેશભાઈ જલુ, રાજદિપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી વિગેરેએ પણ જહેમત ઉઠાવી હતી. વિશ્ર્વ હિંદુ પરિષદના પરેશભાઈ રૂપારેલીયાની યાદીમાં જણાવેલ છે કે ધર્મરક્ષા નિધિ અભિયાન તા.20 જાન્યુઆરી સુધી ચાલવાનું છે ત્યારે રાજકોટની ધર્મપ્રેમી જનતા અને હિંદુ સમાજને આ અભિયાન પોતાના સહયોગરૂપે શક્તિ પ્રમાણે અનુદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે કોઈ સંસ્થા, મંડળ, ગ્રુપ, લતાવાસીઓ વગેરે આ અભિયાનમાં જોડાવા માગતા હોય તેમના માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે. તેના માટે પરેશભાઈ રૂપારેલીયા મો.નં. 9978224422 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે રાજકોટના વિવિધ વિસ્તારોમાં એક અભિયાનના ભાગરૂપે ધર્મરક્ષા નિધિમાં પ્રજાજનો પોતાનું અનુદાન આપી શકે તે માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવનાર છે.
- Advertisement -
વિશેષ વાર્તાલાપ સાથે સ્વ. હરિભાઈ ડોડીયાને ત્યાં ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો
વિશ્ર્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય સંગઠન મહામંત્રી મિલનજી પરાંડેનો સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્ર્વ હિન્દુ પરિષદમાં પુરા જોમથી પ્રવાસ ચાલી રહ્યો છે. આ અનુસંધાને વિવિધ પ્રબુદ્ધ નાગરિકો સાથે વિવિધ મીટીંગો સાથે આગામી વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યો તથા વર્તમાનમાં ચાલી રહેલા કાર્યોની આપ-લે સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે ધર્મરક્ષા નિધિ સમગ્ર હિન્દુ સમાજમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી પેટે દાન સ્વરૂપે લેવામાં આવે છે તે માટે પણ વિવિધ શ્રેષ્ઠીઓને મળવાનું થયું હતું અને ગઈકાલે સાંજે ડોડીયા પરિવાર સ્વ. હરિભાઈ ડોડીયા ત્યાં ભોજન પ્રસાદ સાથે સમગ્ર ડોડીયા પરિવારના વડીલ માવજીભાઈ ડોડીયા, ‘ખાસ-ખબર’ અખબારના પ્રોપરાઇટર પરેશભાઈ ડોડીયા, મહેશભાઈ ડોડીયા, રૂપેશભાઈ ડોડીયા તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ પૂર્વ મહામંત્રી ચમનભાઈ સિંધવ, અશોકસિંહ ડોડીયા, હરેશભાઈ રૂપારેલીયા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી ભુપતભાઈ ગોવાણી, રાજકોટ મહાનગર વાલી ભાવેશભાઈ ઠક્કર સાથે વિશેષ વાર્તાલાપ સાથે મનોજભાઈ ડોડીયા માટે ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખેલ હતો.



