પાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, સદસ્ય સહિત ચાર સામે ગુનો
હાઇકોર્ટએ ફરિયાદ નોંધવા હુકમ કરતાં ગોંડલ બી ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલમાં કોન્ટ્રાકટરનું અપહરણ થયા મામલે અંતે 3 મહિના બાદ હાઇકોર્ટના આદેશથી ફરિયાદ નોંધવામાં આવતા ચકચાર મચી જવ પામી છે નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, સદસ્ય ચંદુભાઈ ડાભી, ચીફ ઓફિસર અશ્ર્વિનભાઈ વ્યાસ અને મયંક વૈષ્ણવ સામે ગુનો નોંધાયો છે એક બંગલાની ઓફિસમાં આરોપીઓએ સુરતના કોન્ટ્રાકટરને ગોંધી રાખી માર મારી, ધાક ધમકીથી ટેન્ડર પાછું ખેંચવા સહીઓ કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
ફરિયાદમાં દરબાર વેસ્ટ કોર્પોરેશનના બિપિનસિંહ એમ. પીલુદરીયાએ જણાવ્યું કે, હું સુરતમાં જીવીબા પાર્ક સોસાયટી ખાતે રહું છું અને નગરપાલિકાઓમાં ટેન્ડર પ્રક્રીયાથી કોન્ટ્રાકટ રાખું છું. ગોંડલ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશનું બીજા પ્રયત્નનું ઓનલાઇન ટેન્ડર ભરી ટેન્ડરનું ફ્રીઝીકલ કવર નીયત સમયમા મોકલેલ હતું. જે ટેન્ડરનું ફીઝીકલ કવર તા.23/11/2023 ના રોજ અમારા મેનેજરની સમક્ષ કમિટીની રૂબરૂમાં ખોલતામાં આવ્યું હતું. તે ટેન્ડરની તમામ સરતો મુજબ ટેન્ડર ફી ઈ.એમ.ડી.ના ડી.ડી. તથા તમામ ડોકયુમેન્ટ બરાબર નીકળતા અમે કવોલીફાઇડ થયેલ. જેથી પ્રાઇસબીડ ખોલાવવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે બાબતની કમિટીએ મૌખીક જાણ કરી અને તે બાબતની સહી પણ લેવામા આવી હતી. જોકે, નગરપાલિકા દ્વારા પાછળથી જાણી બુજીને અમને ડીસકવોલીફાઈડ કરવાના ઇરાદેથી ટેન્ડર ફી નો ડીડી ટેન્ડરના ફીઝીકલ કવરમાંથી ખાનગીમાં કાઢી, ગેરરીતી કરી 7 દિવસ બાદ ખોટી રીતે તા.29/11/2023 ના રોજ ટેન્ડર ફ્રી ડીડી ટેન્ડરના કવરમાં સામેલ ન હતો તેવા ખોટા આક્ષેપ પાછળથી ઉભો કરી પાંચ દિવસમાં ઓરિઝનલ ટેન્ડર ફી નો ડી ડી મોકલાવો નહી મોકલાવવામા આવે તો તમારું ટેન્ડર રદ ગણવામાં આવશે તેવો પત્ર પાઠવેલ. અને પછી તાત્કાલીક પ્રાઇઝ બીડ ખોલી લોએસ્ટ એજન્સીને કોન્ટ્રાકટ આપી દેવામાં આવેલ. આ અંગે ગેરરીતિ કરનાર સામે તા.2/12/2023ના રોજ ચીફ ઓફીસરને સંબોધીને અરજી કરેલ.
વધુમાં જણાવેલ કે, નગરપાલીકા દ્વારા પોતાની મરજી મુજબ, ટેન્ડરની શરતો રાખી, માનીતી ચોક્કસ એજન્સીને જ કોન્ટ્રાક આપ વા ટેન્ડર બહાર પાડી અને તેમાં બીજી અન્ય એજન્સી ટેન્ડર ભરે તો તેના કવરોમાંથી કાગળો ડીડી ગાયબ કરી તેમને કામ ન આપવા સત્તાનો દુરઉપયોગ કરી ટેન્ડર રદ કરેલ છે બીજા પ્રયત્નના ડોર ટુ ડોર કચરા કલેકશનના ઓનલાઇન ટેન્ડર પાડયા પછી ફરી થી અમુક શરતો રદ કરેલ તે અંગેનુ કોરીજેન્ડમ બહાર પાડેલ પરંતુ બીજા પ્રયત્નનુ ઓન લાઇન ટેન્ડરમા ફરી થી જે શરતો કોરીજેન્ડમ બહાર પાડી રદ કરેલ તે જ શરતો ફરી થી કોઈ એક ચોક્કસ એજન્સીને જ કોન્ટ્રાકટ આપવા ગેરકાયદેસર રીતે સીવીસી ગાઇડ લાઇન વિરુદ્ધ જઈ ફરી તેજ શરતો રાખતા મારો સખત વિરોધ હોવાથી મેં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને અરજી કરી હતી ત્રીજા ટેન્ડરની શરત મુજબ સાઇટ વીઝીટનું સર્ટીફીકેટ લેવા હું, દીનેશભાઈ સતાણી, ગોંડલના સ્થાનીક એડવોકેટ યતીસભાઈ ગોવીંદભાઈ દેસાઈ અને દીનેશભાઈ પી. પાતર તથા આશીષભાઇ રશીકલાલ કુંજડીયા સાથે મળી નગરપાલીકા કચેરી ખાતે તા.22/12/2023 ના રોજ ઈન્વર્ડ કરાવેલ હતા.
ત્યાર બાદ ગોંડલના યતીસભાઇ અને આશીષભાઈને મારી ગાડીમાં કોર્ટની બહાર છોડી દીધેલ ત્યાર બાદ અમે બે જણા સ્વામીનારાયણ મંદીરના મેઇન ગેટ પાસે કાર પાર્ક કરેલ ત્યાર બાદ અમે બન્ને પ્રેમવતી ભોજનાલયમાં જમવા ગયેલ હતા જમ્યા બાદ કાર પાસે ગયેલ અને કારમાં બેસવા જતા જ આશરે ત્રણ ગાડીઓ અમારી સામે ઉભી રાખેલ તેમાંથી રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, ગૌતમભાઈ સીંધવ અમારી ગાડીમાં બેસી ગયા. રાજેન્દ્રસિંહે અમને ધમકી આપી અમારૂ અપહરણ કરી અમારી કારને ને હનુમાન મંદીરની સામે એક બંગલાના પહેલા માળે ઓફીસમાં લઈ ગયેલ અને ત્યાં મને રાજેન્દ્રસિંહએ ઢોર માર મારેલ અને બન્ને ને બેફામ ગાળો આપેલ નગરપાલીકાના ચીફઓફીસર શ્રી એ.જે.વ્યાસ તેમજ મયંકભાઈ કચરાભાઈ વ્યાસ તથા અન્ય બે અજાણ્યા શખ્સ ઓફીસની બહાર આવેલ હતા. ચીફ ઓફીસરે આવી કહેલ કે, તમે અરજી પરત ખેંચી લ્યો. મારી પાસે લખાણ બળજબરીપુર્વક લખાવેલ. ત્રીજા ટેન્ડરની શરત મુજબ સાઇટ વીઝીટ સર્ટીફીકેટ મેળવવાની અરજી ઉપર મારી પાસે બળજબરીપુર્વક મારે ટેન્ડર ભરવુ નથી તે બાબતે લખાવી લીધેલ. અમને કોર્ટ પાસે આવેલ પ્રગટેશ્વર ઝેરોક્ષ નામની દુકાનમાં લઇ ગયેલ અને ત્યા મારૂ બળજબરી પુર્વક ધમકી આપી સોગંદનામુ ટાઇપ કરાવેલ અને નોટરી કરી મારી તથા દીનેશભાઈ સતાણીની સાક્ષી તરીકે સહી લીધેલ.
ત્યાંથી સરકારી કારમાં ફરી થી બેસાડી બંગલાના પહેલા માળેલ લઇ ગયેલ ત્યાં અમોને સાંજના સાત વાગ્યા સુધી અમે મોટા ગુનેગાર હોય તે રીતે ગોંધી રાખેલ તે સમય દરમ્યાન અમોને વારંવાર ચીફઓફીસર સામે વારંવાર કરગરી અમોને જવા દેવા કહેતા અમોને જણાવેલ કે જયાં સુધી રાજેન્દ્રસિંહ પરત ન આવે ત્યાં સુધી તમારે અહીં રહેવાનુ છે. સાંજના સાત વાગ્યાની આસપાસ રાજેન્દ્રસિંહ અને ચંદુભાઈ પરત આવતા બળજબરી પુર્વક બોલાવડાવી વીડીયો રેકોર્ડિંગ કરાવેલ હતુ ત્યાર બાદ ધમકી આપી હતી કે આ અંગે કોઇપણ ફરીયાદ કે આ વાત કોઈને પણ કહેશો તો અમોને બન્ને ને તથા બન્નેના પરીવારને જાનથી મારી નાખીશુ. અથવા એક્સીડેન્ટ કરાવી મારી નાખીશું. ગોંડલ બી.ડિવિઝન પોલીસે આઇપીસી 365, 342, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી.