જલારામ બાપા વિશે મનઘડ્ડત નિવેદન કરનાર
સમગ્ર લોહાણા મહાજને એક થઇ વિરોધ નોંધાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
પૂજ્ય શ્રી જલારામ બાપાના ઈતિહાસને પોતાની રીતે દર્શાવી વ્યાસપીઠ ઉપર બેસીને બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે આજરોજ વેરાવળ મુકામે લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂૂપારેલ, બીપીનભાઈ અઢીયા, એડવોકેટ સૂર્યકાંત સમાણી, દિનેશભાઇ રાયઠઠા, મહેશભાઈ દતાણી, અનિષ રાચ્છ, કિશોરભાઈ ચંદ્રાણી, રધુભાઈ રૂપારેલ, મધુભાઈ રાયઠઠા, રમેશભાઈ ધનેશા, ધીરૂભાઇ ચંદે, જીતુભાઈ ખખ્ખર, મનીષભાઈ લાલાભાઈ રૂપારેલ સર્વે લોહાણા સમાજના મહાનુભવો, રધુવંશી અસ્મિતા સમિતિના રાકેશ દેવાણી સાથે રહી પોલીસ ફરિયાદ નોંધાવા હાજર રહ્યા હતા.