કાકરીયા લેક ફ્રન્ટના પાંચ ખાણીપીણીના સ્ટોલ પણ સીલ કરાયા
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અનેક નાનીમોટી હોટેલ રેસ્ટોરન્ટમાં તો જીવાત નીકળવાની ફરીયાદ સામાન્ય થઈ પડી છે.પરંતુ વસ્ત્રાપુરની લકઝુરીયસ હોટેલ હયાતના ઈડલી-સંભારમાં વંદો નીકળવાની ચોંકાવનારી ઘટનાને પગલે હયાતમાં ફૂડનો કોન્ટ્રાકટ ધરાવતી રૂચી હોસ્પીટાલીટી નામની એજન્સીના કિચનને મ્યુનિ-ફૂડ વિભાગે સીલ મારી દીધા છે.
- Advertisement -
ફૂડ વિભાગનો હવાલો સંભાળતા એડી.હેલ્થ ઓફીસર ડો.ભાવીન જોષીનાં જણાવ્યા અનુસાર વસ્ત્રાપુર ખાતેની હોટેલ હયાતમાં એક કંપની દ્વારા કર્મચારીઓ માટે મીટીંગ સાથે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઈડલી-સંભારમાં વંદો જણાઈ આવતા ગ્રાહકે હોટેલ હયાતના મેનેજર વગેરેને જાણ કરી હતી અને ત્યારબાદ મ્યુનિ.ને પણ જાણ કરી હતી. કંપનીના કર્મચારીઓએ હોટેલ હયાતનાં સંભારમાં વંદો નીકળવાની ઘટનાનો વિડીયો સોશ્યલ વાયરલ કરી દીધો હતો.
View this post on Instagram- Advertisement -
આ ઘટનાની જાણ થતાં મ્યુનિ.ફૂડ વિભાગની ટીમને હોટેલ હયાત ખાતે મોકલવામાં આવી હતી. જયાંથી એવુ જાણવા મળ્યુ હતું કે હોટેલમાં ફૂડ પુરૂ પાડવાનો કોન્ટ્રાકટ રૂચી હોસ્પીટાલીટી નામની એજન્સીને આપવામાં આવ્યો છે. તેથી મ્યુનિ.ફૂડ વિભાગે રૂચી હોસ્પીટાલીટીના ઈન્ડીયન કિચનને સીલ મારીને કલોઝર નોટીસ ચોટાડી દીધી હતી.
તેમણે કહ્યું કે, આ સિવાય કાંકરીયા લેફફ્રન્ટમાં ચાલતા ફૂડ સ્ટોલમાં જમવા બેઠેલા ગ્રાહકે ટોમેટો સોસમાં જીવાત હોવાની ફરીયાદ કર્યા બાદ ફૂડ વિભાગની ટીમોએ જુદા જુદા સ્ટોલમાં તપાસ કરી હતી અને અનહાઈજેનિક ક્ધડીશન બદલ પાંચ સ્ટોલને સીલ મારી દીધા હતા.
તેવી જ રીતે તળવાના તેલનો વારંવાર ઉપયોગ નહિં કરવાની સુચના છતા કેટલાંય વેપારીઓ તેનું પાલન કરતા નથી. વિજય ચાર રસ્તા પાસેનાં એચએસજી કોમ્પ્લેકસમાં ધ બ્રેવ સ્પોટ નામની શોપમાં તળવાના તેલની ચકાસણી કરતાં તેના ટીપીસી નિયત માત્રા કરતાં વધુ જણાતા શોપને સીલ મારી દેવામાં આવ્યા હતા.
જયારે નવરંગપુરા સ્વસ્તિક સોસાયટી પાસે આવેલા વ્રજ એવન્યુમાં સેમ્સ પિત્ઝાનાં કોલ્ડ્રીકસમાં મચ્છર નીકળવાની ફરીયાદ અનુસંધાને સેમ્સ પિત્ઝાને પણ સીલ મારી દેવાયા છે.