સર્વિસ પ્રોવાઈડરને જમવાનું રાંધતી વખતે યોગ્ય સાવચેતી રાખવાની કડક ચેતવણી અપાઈ
IRCTCએ પહેલા તો આ અસુવિધા બદલ માફી માગી હતી અને પછી યાત્રીઓને જણાવ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટઈંઙ ટ્રેન મનાતી વંદે ભારતમાં કેટરિંગ દ્વારા જે ભોજન પીરસાયું હતું તેમાં કોકરોચ જેવી જીવાત મળી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. યાત્રીનું કહેવું છે કે તેણે પરોઠા ઓર્ડર કર્યા હતા. જે આરોગતી વખતે તેમાં કોકરોચ મચી આવ્યો હતો. આ મામલે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવેને ટ્વિટ કરીને ફરિયાદ કરવામાં આવી હતી.
મામલો ધ્યાનમાં આવતા જ ઈંછઈઝઈએ ત્વરિત કાર્યવાહી કરી હતી અને સર્વિસ પ્રોવાઈડરને મોટો દંડ ફટકાર્યો હતો. સાથે જ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આશ્વાસન પણ આપ્યું હતું. ખરેખર સુબોધ નામની વ્યક્તિએ 24 જુલાઈએ રાની કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત એક્સપ્રેસમાં જમવાનું ઓર્ડર કર્યું. તેને જે પરોઠા પીરસાયા તેમાં કોકરોચ નીકળવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો હતો. તેમણે રેલવેને ટેગ કરતાં ટ્વિટ કરી હતી.
સુબોધ ઉપરાંત અનેક મુસાફરો એવા હતા જેમણે જમવાનું ઓર્ડર કર્યું હતું. તેમનું કહેવું છે કે તેમને જમ્યા બાદ ગળામાં તકલીફ થવા લાગી હતી. લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે તેમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
- Advertisement -
અનેક ફરિયાદો મળ્યા બાદ ઈંછઈઝઈએ સક્રિયતા બતાવી ટ્વિટનો જવાબ આપ્યો. ઈંછઈઝઈએ પહેલા તો આ અસુવિધા બદલ માફી માગી હતી અને પછી યાત્રીઓને જણાવ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવાશે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને જમવાનું રાંધતી વખતે યોગ્ય સાવચેતી રાખવાની કડક ચેતવણી અપાઈ છે. તેને દંડ પણ ફટકારાયો છે.