ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ પ્રાથમિક કુમાર શાળા-1 ખાતે સફાઇ અભિયાનનું આયોજન કરવામા આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં વિધાર્થીઓએ શાળાના પટાંગણમા પડેલા કચરાને એકઠો કરી સફાઇ કરવામા આવી હતી. સાથોસાથ શાળાના આચાર્ય દિપકભાઈ પંડ્યા તેમજ સ્ટાફગણ દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતાની જાળવણી માટે માર્ગદર્શન આપવામા આવેલ. જેમા આપણા જીવનમાં સ્વરછતાનુ ઘણુ મહત્વ રહ્યુ છે. આપણે શાળાને સ્વચ્છ રાખીએ, જ્યાં ત્યાં કચરો ના ફેકીએ, સ્વરછતાનુ પાલન કરીએ, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં પવિત્રતા, સ્વચ્છતા ત્યાં દિવ્યતા અને સ્વચ્છતામા પ્રભુતાનો વાસ રહેલો છે સહિત વિવિધ સ્વચ્છતા બાબતે માર્ગદર્શન આપવામા આપ્યું. ખાસ કરીને શાળાના બાળકોમા અવરનેસ લાવવા માટે આચાર્ય દિપકભાઈ પંડયા તેમજ શાળાના શિક્ષકો દ્વારા પ્રયત્નશીલ રહ્યાં છે.