કેટલાક સંતોએ લતાજીના નામ સામે વિરોધ કરતા સીએમે અન્ય ચોક સંતોના નામથી જોડવાનું આશ્ર્વાસન આપ્યું
અયોધ્યાના સંતોએ આખરે શહેરમાં લતા મંગેશકર સ્મૃતિ ચોક નિર્માણની અનુમતી આપી દીધી છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે તેમને આશ્ર્વાસન આપ્યું હતું કે અન્ય સ્થાનો અને સડકોના નામ પ્રસિદ્ધ સંતોના નામ પર રાખવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે સર્વશક્તિમાન મણીરામ દાસ છાવણી પીઠ સહિત અયોધ્યામાં દ્રષ્ટા સમુદાય નવા ઘાટ ક્રોસીંગનું નામ રાખવાના રાજય સરકારના ફેસલાનો વિરોધ કર્યો હતો. સંતો ઈચ્છતા હતા કે જાણીતા ક્રોસીંગ (ચોક)નું નામ જગદગુરુ રામનંદાચાર્ય નામ રાખવામાં આવે.
મુખ્યમંત્રી યોગીએ સંતોને અયોધ્યામાં જાણીતા માર્ગોના નામ જગતગુરુ રામાનંદાચાર્ય, ગુરુ વિશ્ર્વામિત્ર, ગુરુ વશિષ્ઠ અને અન્ય હિન્દુ ધાર્મિક હસ્તીઓના નામ પર રાખવાનું સંતોને આશ્વાસન આપ્યું છે.
- Advertisement -
રાજય સરકાર અનુસાર અયોધ્યામાં માર્ગો પહોળા કરવાની યોજના માટે જે ત્રણ મુખ્ય માર્ગોની પસંદગી કરાઈ છે, તેમના નામ ધાર્મિક વ્યક્તિઓના નામ પર રખાશે.