રિપોર્ટ પોઝિટિવ આવતા બાળકને સારવારમાં ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં લીધે તમામ પરિવારો ભયના ઓથા હેઠળ હોય તેવું નજરે પડે છે સાથે સરકારી તંત્ર પણ સતત જનજાગૃતિ અને કામગીરી કરી રહી છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી, મૂળી, ચૂડા, ધ્રાંગધ્રા અને હવે વસ્તડી ગામે દશ વર્ષીય બાળકનો ચંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં વસ્તડી ખાતે આશરે દશ વર્ષીય બીમાર બાળકને તાવ, ખેંચ સહિતના લક્ષણો નજરે પડતાં હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો હતો.
બાળકમાં ચાંદીપૂરાના લક્ષણો નજરે પડતા સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા જે રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું હાલ બાળકના ઘરની આસપાસ સ્વચ્છતા અર્થે કાર્યવાહી હાથ ધરી દવાનો છંટકાવ પણ હાથ ધર્યો હતો. જ્યારે આ તરફ બાળકને ચાંદીપૂરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.