ગામની સીમમાં માલઢોર ચરાવતો હતો ત્યારે અકસ્માતે વોંકળામાં પડી ગયો હતો: બીજા દિવસે બોડી મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાલાલા તાલુકાના ગાભા ગીર ગામે સીમમાં માલઢોર ચરાવવા ગયેલ રામ બિજલભાઈ પરમાર ઉ.વ.13 તા.22 મીએ બપોરના સમયે અકસ્માતે ગોમટો વોંકળામાં પડી જતાં ગામ લોકો બનાવનાં સ્થળે દોડી જઈ બાળકની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળકનો પતો મળેલ નહીં. આ બનાવની જાણ પંચાયતના વહીવટદારે તાલાલા વહીવટીતંત્ર ને કરતા તાલાલા મામલતદાર જયરાજસિંહ સિંધવ, તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ વ્યાસ,પંચાયત અને મહેસુલ વિભાગ તલાટી કમ મંત્રી બનાવના સ્થળે દોડી ગયા હતા.
બાળકના ચંપલ વોંકળાનાં કાઠે થી મળતા વહીવટીતંત્ર એ વેરાવળ થી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી વોંકળાના ઉંડા પાણીમાં બાળકની શોધખોળ કરાવતા વોંકળામાંથી આજે બીજા દિવસે સવારે બાળકનો મૃતદેહ મળ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર પેટીયું રળવા આવ્યો હતો
ઉના તાલુકાના કેસરીયા ગામેથી મજુરી કામ કરી આજીવિકા મેળવવા માટે ઘણા સમય પહેલાં બિજલભાઈ દેવીપૂજક પરિવાર ગાભા આવ્યાં હતાં.પરિવારમાં બે દિકરી,એક દિકરો છે.પરિવારના એકનાં એક દિકરાનું મરણ થતાં પરિવાર તથા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.