જૂનાગઢ રેન્જ સાઇબર સેલનો સપાટો: સાઇબર ફ્રોડના સાત ગઠિયા ઝડપાયા
જૂનાગઢના એક વ્યક્તિને ઑનલાઇન રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી
- Advertisement -
ગુજરાત અને મહારાષ્ટ્રના 7 ઈસમોને ઝડપી પાડવામાં રેન્જ સાઇબર પોલીસને સફળતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લા સહીત રાજ્ય ભરમાં આજના ડીઝીટલ યુગમાં દિવસે દિવસે સાઇબર ફ્રોડમાં અનેક નિર્દોષ લોકો લાખો અને કરોડો રૂપિયા ગુમાવીને છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ રેન્જ સાઇબર સેલ ટેક્નિકલ પીએસઆઇ વી.એમ. જોટાણીયા અને સાઇબર સેલ પોલીસ સ્ટાફને ઓનલાઇન છેતરપિંડી કરનાર ચીટરગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જેમાં ગુજરાત અમદાવાદ અને મહારાષ્ટ્રના કુલ સાત શખ્સોને રૂ.1,46,20,144 કબ્જે કરી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં મોતીબાગ નજીક રહેતા રમેશભાઇ વેલજીભાઇ પાનસુરીયા ગત તા.18-9-23ના ઓનલાઇન અલ્ગો ટ્રેડીંગ વિશેની માહિતીનો વિડીયો જોતા હતા ત્યારે તેમાં ઇથેરીયમ કોડમાં રોકાણ વિશેની માહિીતીનું પેઇજ જોવા મળ્યુ હતુ. તેના પર ક્લિક કરતા તેના મેઇલ આઇડી અને ડાયલોગ બોક્સ ખુલ્યુ હતુ.
રમેશભાઇએ તેમાં વિગતો ભરતા અજાણી મહિલાનો ફોન આવ્યો હતો. તેને ઇથરીયમ કોડમાં અલ્ગો ટ્રેગીંગ છે જેમાં ઓટોમેટીક ટ્રેડીંગ થશે અને વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. રમેશભાઇએ અલગ-અલગ સમયુ કુલ રૂ.1,46,20,144 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ ગઠીયાઓએ ફોન ઉપાડવાનું બંધ કરી પૈસા આપ્યાન હતા.
આ અંગે જૂનાગઢ રેંજ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. સાયબર પોલીસે ઓનલાઇન સર્વેલન્સના આધારે અમદાવાદનો ફુડ ડિલીવરી અને છુટક ડ્રાઇવિંગ કરતા ભાવેશ ઉર્ફે બાકડો જશવંત શીરકે (ઉ.વ.38), ફોટોગ્રાફી અને ઉધઇ કાઢવાનો ધંધો કરતા બહાદુસિંહ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે ભોલુ ચતુર વાણીયા (ઉ.વ.32), મુંબઇના વેપારી અજયસિંહ અરવિંદસિંહ ચૌહાણ (ઉ.વ.51), અમીશ દિપક શાહ (ઉ.વ.42), અમદાવાદના આંબાવાડીના હિરેન જગદિશ ઠાકોર (ઉ.વ.27), અમદાવાદના રામદેવનગરના જીલ ઇલ્યાસ પટેલ (ઉ.વ.27) અને મુળ જામનગરના અને હાલ મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે રાહુલ સુભાષ વોરા (ઉ.વ.49)ને પકડી લઇ જૂનાગઢ લઇ આવી કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેંજ સાઇબર સેલને મળેલી ફરિયાદના આધારે ગુજરાત તેમજ મહારાષ્ટ્રની ચીટર ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
જેમાં આ ચીટક ગેંગ કૃડ ઓઇલ, ફોરેક્ષ ટ્રેડીંગમાં એક્ષપ્રો માર્કેટ નામની વેબસાઇટમાં રૂપિયા રોકાણ કરાવ વધુ નફો મેળવવાની લાલચ આપી કુલ રૂા.1.46 કરોડ ઓનલાઇન ટ્રાન્સફર કરાવરાવી વિશ્ર્વાસઘાત કરી નાંણાકીય છેતરપીંડી કરનારાઓને અલગ-અલગ રાજ્યોમાંથી સાત શખ્સોને ઝડપી પાડવામાં રેંજ સાઇબર પોલીસને સફળતા મળી હતી. જયારે ઝડપાયેલ આરોપીઓ પાસેથી રૂપિયા કબ્જે કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સાતેય આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. જયારે આ ચીટર ગેંગ ઝડપાય ગયા બાદ રેંજ સાઇબર સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.