આકાશમાંથી એક વિશાળકાય આફત ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે. આ આફત છે 4660 ગયયિીત નામનો એસ્ટેરોઈડ, જે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટો છે.
ખાસ-ખબર સંવાદદાતા
આકાશમાંથી એક વિશાળકાય આફત ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે. આ આફત છે 4660 Nereus નામનો એસ્ટેરોઈડ, જે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટો છે. આ એસ્ટેરોઈડ આ અઠવાડિયાના અંતમાં ધરતીની ખુબ નજીક પહોંચે તેવી સંભાવના છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પણ એસ્ટેરોઈડને સંભવિત જોખમ ગણાવ્યો છે. NASAનું કહેવું છે કે એસ્ટેરોઈડ 11 ડિસેમ્બરના રોજ પૃથ્વીની કક્ષા નજીકથી પસાર થાય તેવી સંભાવના છે. જો કે તે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ નહીં કરે. અમારી સહયોગી વેબસાઈટ WIONમાં છપાયેલા ખબર મુજબ NASA એ જણાવ્યું કે 4660 Nereus એસ્ટેરોઈડનો વ્યાસ 330 મીટરથી વધુ છે. આ એસ્ટેરોઈડ લગભગ 3.9 મિલિયન કિલોમીટરના અંતરથી પૃથ્વી નજીકથી પસાર થશે. તેનાથી આપણી ધરતીને કોઈ તત્કાળ જોખમ નથી. 4660 Nereusનો પૂર્ણ પરિમાણ 18.4 છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu
નાસા 22થી ઓછા પરિમાણવાળા એસ્ટેરોઈડને સંભવિત રીતે ખતરનાકની શ્રેણીમાં રાખે છે.



