ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર હાઇવે પર સીતાપુર ગામ નજીક પ્રવીણ વજુભાઈ ભંડોકિયા પોતાનું બાઈક જીજે 13 ઇ 4943 વાળું અન્ય વાહનોને નડતર રૂપી રાખતા બાઈક સાથે શખ્સની અટકાયત કરી ગુન્હો નોંધ્યો હતો
- Advertisement -
જ્યારે અન્ય એક બનાવમાં ધ્રાંગધ્રા – માલવણ હાઇવે પર ગુરુકુળ ચોકડી નજીક હરેશ માનસંગભાઈ દેત્રોજા બાઈક જીજે 13 બી ઇ 2446 નબર વાળું પુર ઝડપે લઇ નીકળતા પોલીસે અટકાવી ગુન્હો નોંધી બંને વિરૂદ્ધ ટ્રાફિક નિયમોનું ઉલંઘન બદલ કડક કાર્યવાહી હાથ ધરી છે.