મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઇકાલે ખાડામાં પડી જતાં બાઈકસવારનું મોત થયા બાદ હવે મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સાઅપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સાથે હવે આ ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે. મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
- Advertisement -
મહત્વનું છે કે, ગઇકાલે સવારે રાજકોટના રૈયા રોડ પર એક ખુલ્લા ખાડામાં એક બાઇકસવાર યુવક પટકાયા બાદ તેનું મોત થયું હતું.
150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એમાં ઘટનાસ્થળે જ હર્ષ દાવડા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઓવરબ્રિજ નજીક મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ ડાઇવર્ઝન મૂકવામાં ન આવતાં બાઇકચાલક હર્ષ ખાડામાં પડ્યો હતો. જે મામલે પોલીસે કાર્યવાહી કરતા મહાનગરપાલિકાના જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.