ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
મૂળી તાલુકાના સરા ગામે સરકારી જમીન પર કબજો કરનાર પિતા પુત્ર વિરૂદ્ધ લેન્ડ ગ્રે મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળી તાલુકાનાં સરા ગામે અગાઉ 738 સર્વે નંબર વાળી જમીન સાથણીમાં ફાળવેલ વાલ્મીકિ વિજયભાઈ તથા વાલ્મીકિ કવાભાઈની જમીન પર ગામના જ રાણા હિંદુભાઈ ભરવાડ અને ભિમા રાણાભાઇ ભરવાડ દ્વારા ગેરકાયદે કબ્જો કરેલ હોય જે અનુસંધાને વિજયભાઈ અને કવાભાઈ દ્વારા મૂળી મામલતદારને રજૂઆત કરી બાદમાં લેન્ડ ગ્રેબીંગ મુજબ અરજી કરાઈ હતી. જેને લઇ સાંથણીમાં ફાળવેલી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર બંને પિતા પુત્ર દ્વારા કબ્જો છોડવા માટે તૈયાર નહિ હોવાથી રાણા હિન્દુભાઈ ભરવાડ અને ભીમ રાણા ભાઈ ભરવાડ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીગ મુજબ મૂળી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.