ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનો અવારનવાર પીછો કર્યા બાદ સગીરા એકલી ઘરે હોય જેની એકલતાનો લાભ લઈ એક નરાધમે અડપલા કરતા ભોગ બનનાર સગીરાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતો અબ્દુલ હનીફભાઈ કટીયા નામનો શખ્સ મોરબીના શહેરી વિસ્તારમાં રહેતી સગીરાનો અવારનવાર પીછો કરી બીભત્સ ઈશારા કરતો હોય અને ગત તા. 29 ના રોજ સગીરા પોતાના ઘરે એકલી હોય ત્યારે તેના ઘરમાં ઘૂસીને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા જેથી સગીરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી, છેડતી, પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.