હાલની ટેકનિક કરતા AI ત્રણ ગણુ અસરકારક: કેમ્બ્રીજ યુનિવર્સિટીના સંશોધકે બનાવ્યું આ ટૂલ
કોઈપણ બીમારીની તપાસ માટે હોસ્પિટલે જવું જ પડે છે, હવે વૈજ્ઞાનિકોએ એક એવુ એઆઈ ટુલ તૈયાર કર્યુ છે કે જે શરૂઆતમાં જ ડિમેન્શિયા અને અલ્ઝાઈમરના ખતરાને જાણીને ચોકકસ પરિણામ બતાવી દેશે.
- Advertisement -
કેમ્બ્રીજ યુનિવર્સિટીના સંશોધકોએ આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ (એઆઈ) પર આધારિત એક નવુ ટુલ વિકસીત કર્યું છે. આ ટુલ વ્યક્તિમાં ડિમેન્શીયા અને અલ્ઝાઈમરને શરૂ થતા જ પતો મેળવી લેશે. સાથે સાથે એ પણ બતાવશે કે રોગ કેટલી હદે દર્દીમાં આગળ વધી શકે છે.
આ સંશોધન ચેનલ્સ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયા છે. જે અંતર્ગત 1290 વયસ્કોને લેવામાં આવ્યા હતા. જચેમનામાં અલ્ઝાઈમર રોગ થવાનું જોખમ ઘણું વધુ હતું. સંશોધકોએ જીવનની 18 તણાવવાળી ઘટનાઓની તપાસ કરીને અને જાણ્યું કે લોકોની જિંદગીમાં કયારે કયારે આ ઘટના બને છે. દર પાંચમાંથી ચાર મામલામાં એઆઈ ટુલે ચોકકસ જાણકારી આપી, જે કિલનિકની તુલનામાં ત્રણ ગણી બહેતર જોવા મળેલી. બીમારીને આગળ વધતી રોકવી આસાન બનશે. વિશેષજ્ઞોના અનુસાર અલ્ઝાઈમર અને ડિમેન્શિયા બન્ને બીમારીનો જલ્દી પતો લાગી જવાથી આ બીમારીઓને વધુ આગળ રોકવું સરળ બનશે.
આ એઆઈ ટુલ બીમારીની તપાસને ખોટી થવાની સંભાવનાને ખતમ કરવામાં પણ સહાયક સાબીત થશે.