ચૂંટણી પહેલા દરેક સમાજ દરેક વર્ગ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે રજૂઆત કરી રહ્યો છે. હાલમાં ચોમાસાની સિઝનમાં વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોરોના પણ ગુજરાતમાં ધીમે ધીમે માથું ઊચકી રહ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળશે. જેમાં સરકારના કામો અને તેની વ્યૂહરચના પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ બેઠક
મહત્વનું છે કે છેલ્લા 2 સપ્તાહની કેબિનેટ બેઠક કોઈ ના કોઈ કારણસર મળી શકી ન હતી. ગત બીજા સપ્તાહમાં પ્રવેશોત્સવ કાર્યક્રમને લીધે કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી હતી તો ગત સપ્તાહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને કોરોના થતાં કેબિનેટ બેઠક મોકૂફ રખાઇ હતી. ત્યારે આજે મળનારી આ બેઠકમાં વંદે ગુજરાત અભિયાન, વરસાદની સ્થિતિ અને કોરોના અંગે ચર્ચા થશે. તે ઉપરાંત કેબિનેટમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા થશે. યોજનાના પ્રચાર પ્રસાર બાબતે અને આગામી રાજ્ય સરકારના કાર્યક્રમોની રૂપરેખા પણ આ બેઠકથી ઘડવામાં આવશે.
- Advertisement -
5 દિવસ રાજ્યમાં મેઘમહેર રહેશે યથાવત
વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના વરતારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી, નવસારી, સુરત, આણંદ,મ વડોદરા, ભરૂચ, સુર, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.