પોલીસને વિશ્ર્વાસ પ્રોજેકટની મદદથી વેપારીનાં રૂપિયા શોધી કાઢ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વેપારીનાં એટીએમ ઉપર ભુલી ગયેલા 62 હજાર રૂપિયા પોલીસને ગણતીરનાં કલાકોમાં પરત શોધી આપ્યાં હતાં.બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં વેપારી સુનીલકુમાર ચુનીલાલ પારેખ કાળવા ચોક પાસે આવેલા બેંકના એટીએમમાં રૂપિયા ડીપોઝીટ કરવા ગયા હતાં.તેમાંથી 62,200 રૂપિયા એટીએમના ડેસ્ક ઉપર ભુલી ગયા હતાં. થોડી વાર પછી તેમને યાદ આવતા તેઓ એટીએમે ગયા હતા અને શોધખોળ કરી હતી.પરંતુ રૂપિયા મળ્યાં ન હતાં.બાદ સુનીલકુમાર દ્વારા આ અંગે બી ડીવીઝનનાં પીઆઇ એન.એ.શાહને કરી હતી. બાદ નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરી તપાસ શરૂ કરી હતી. વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં આ રૂપિયા યુવતીને મળ્યાનું સામે આવ્યું હતું.
- Advertisement -
બાદ એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચાનીથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં યુવતીને શોધી કાઢી હતી અને તેને મળેલા 62 હજાર રૂપિયા વેપારીને પોલીસને પરત અપાવ્યાં હતાં.