હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં તરુણની તબિયત લથડ્યા બાદ મૃત્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ગોંડલની ધોળકીયા સ્કુલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા માળીયા હાટીનાનાં 17 વર્ષનાં કિશોરને ઝાડા ઉલ્ટી થયા બાદ તેનું મોત નિપજતા બ્રહ્મસમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો સ્કુલ સંચાલકો દ્વારા યોગ્ય સારવાર અપાઇ નાં હોય બ્રહ્મસમાજ દ્વારા બનાવની તપાસ કરી ધોળકીયા સ્કુલનાં જવાબદારો સામે પગલા લેવા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા કિશોરનાં મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો બનાવની કરુણતા એ હતી કે મૃતક કિશોર બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. રક્ષાબંધનનાં આગલા દિવસે જ ભાઈનું મળત્યુ થતા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ શ્યામ લલીતભાઈ પાઠક ઉ.17ને સવારે ઝાડા ઉલ્ટીની અસર થતા ધોળકીયા સ્કુલનાં હોસ્ટેલ સંચાલક દ્વારા ગુંદાળા રોડ પર આવેલી શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી ત્યાં સારવાર અપાવ્યા બાદ હોસ્ટેલ પરત કરાયો હતો દરમિયાન હાલત વધુ બગડતા ગોંડલ રહેતા કૌટુબિંક પ્રદીપભાઇ જોશી અને અમદાવાદથી આવેલા પિતરાઇ સાવનભાઈ પાઠકે રીક્ષા દ્વારા શ્યામને હોસ્ટેલથી ફરી શ્રધ્ધા હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાંથી મેડીકેર હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ શ્યામે રસ્તામાં જ દમ તોડી દેતા આખરે મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો બનાવને પગલે બ્રહ્મ સમાજના અગ્રણીઓ એકઠા થઈ ગયા હતા અને વિપ્ર કિશોરને યોગ્ય સારવાર અપાવવામાં ધોળકીયા સ્કુલનાં સંચાલકોની ઘોર બેદરકારી હોવાનો આક્ષેપ કરાયો હતો બનાવને પગલે પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો બ્રહ્મસમાજ દ્વારા શ્યામનાં મૃતદેહનુ ફોરેન્સિક પીએમ માટે માંગ કરાતા તેનાં મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો માળીયા હાટીનાથી શ્યામના માતા અને અન્ય પરીવાર ગોંડલ દોડી આવ્યો હતો કરુણતા એ છે કે મૃતક શ્યામ બે બહેનોનો એકનો એક ભાઈ હતી રક્ષાબંધનના દિવસે જ તેના મૃત્યુના સમાચાર આવતા બહેનો સહિતનો પરિવાર ભાંગી પડ્યો છે.