11 મહિનાથી ધમધમતા કુટણખાનાનો ભાંડો ફૂટ્યો : મસાજ માટે રૂ.1000 અને શરીર સંબંધ માટે રૂ.2500 વસૂલાતા હતા
અનૈતિક દેહવ્યાપાર અધિનિયમ હેઠળ સંચાલક સામે ગુનો દાખલ
પોલીસે મનીષ ગોવિંદ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી: 7 મહિલાઓને મુક્ત કરાઈ
- Advertisement -
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સફળ કામગીરી : ડમી ગ્રાહક મોકલી બાતમીની ચકાસણી કર્યાં બાદ પોલીસે દરોડો પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જીવરાજ પાર્કમાં સ્પાની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી સંચાલકની ધરપકડ કરી હતી જયારે ભોગ બનનારને 7 મહિલાઓને મુકત કરી હતી પોલીસની પ્રાથમિક પુછપરછમાં સ્પા સંચાલક છેલ્લા 11 માસથી કુટણખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ મસાજના નામે 1 હજાર તથા શરીર સંબંધ માટે અલગથી 2500 વસુલતો અને ભોગ બનનારને 1500 ચુકવી પોતે એક હજાર રાખતો હોવાની કબુલાત આપી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઈ બી.એમ.ઝણકાંટ સહિતના સ્ટાફને બાતમી મળી કે સીટી કલાસીક કોમ્પલેક્ષ બીજા માળે શોપ નં 241 જીવરાજ પાર્કમાં આવેલ કેન્વાસ સ્પામાં મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવે છે.
- Advertisement -
જે બાતમી આધારે ટીમે ડમી ગ્રાહક મોકલી વેરીફાય કરાવતા હકકીત ખરી હોય જેથી ટીમે સ્પામાં જઈ કાઉન્ટર પર બેઠેલા શખસને નામઠામ પુછતા પોતે સાધુવાસવાણી રોડ પર આવેલા આરએમસી કવાર્ટર બ્લોકનં 1082માં રહેતો મનીષ ગોવિંદ સોલંકી જણાવ્યું હતું જેથી ટીમે શખસને સાથે રાખી રૂમ તપાસતા એક સ્ત્રી અને પુરૂષ કઢંગી હાલતમાં હોય જેથી સ્વસ્થ થવા માટે સુચના આપેલ બાદ સ્ત્રીની પુછપરછ કરતા મનીષ ગ્રાહકો દીઠ 2500 લે છે અને તેમાંથી 1500 અમને આપી પોતે 1000 રાખતો હોવાનું જણાવેલ તેમજ બાજુમાં આવેલ રૂમ તપાસતા તેમાંથી વધુ 6 સ્ત્રી મળી આવતા પોલીસે 7 સ્ત્રીઓને મુકત કરાવી સંચાલક મનીષ સોલંકી સામે તાલુકા પોલીસમાં અનૈતિક દેહવ્યાપાર અધિનિયમ મુજબ ગુનો નોંધાવી ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ શખસ છેલ્લા 11 માસથી સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.