જારના વાવેતરની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
થાનગઢ પંથકના મોરથળા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે થાનગઢ પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરોડો કરી 4.87 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઈ કુલ ચાર શખ્સો વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દફમિયાન મોરથળા ગામે ચેતનભાઈ પ્રેમજીભાઈ કણોતરાની વાડી ખાતે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી જારના વાવેતરની આડમાં વિદેશી દારૂની 723 નંગ બોટલ કિંમત 4,87,267 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાનજીભાઈ બીજલભાઇ મકવાણા તથા જયેશભાઈ સોમાભાઈ મકવાણાને ઝડપી લઇ વિદેશી દારૂનો જથ્થો લાવી આપનાર ચેતનભાઈ પ્રેમજીભાઈ કણોતરા તથા હમીરભાઈ છેલભાઈ મકવાણા સહિત ચાર વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



