ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની એક લાઈબ્રેરીમાં રસપ્રદ અને આશ્ર્ચર્યજનક કિસ્સો બન્યો છે. અહીંયા એક પુસ્તક 119 વર્ષ બાદ લાઈબ્રેરીને પાછુ મળ્યુ છે. અમેરિકાના ન્યૂ બ્રેડફોર્ડ શહેરની પબ્લિક લાઈબ્રેરીએ તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વીજળીના ડેવલપમેન્ટ પર લખાયેલી જેમ્સ ક્લાર્ક મેક્સવેલનુ આ પુસ્તક 1904માં મેસાચ્યુસેટ્સ રાજ્યના ન્યૂ બ્રેડફોર્ડ શહેરની લાઈબ્રેરીએ ઈસ્યૂ કર્યુ હતુ. આ પુસ્તક 1882માં પબ્લિશ થયુ હતુ. અમેરિકાના એક અખબારના અહેવાલ ઉસાર આ પુસ્તક લાઈબ્રેરીથી 900 માઈલ દુર આવેલા વેસ્ટ વર્જિનિયામાં એક ચેરિટી ફંડ પાસે પહોંચી ગયુ હતુ.
- Advertisement -
વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીની લાઈબ્રેરીના ક્યુરેટર સ્ટીવર્ડ પ્લિને સદીઓ જુના આ પુસ્તકને ચેરિટી માટેની બીનમાંથી કાઢ્યુ હતુ.પ્લિને મેલ કરીને લાઈબ્રેરીને પુસ્તક પાછુ મોકલ્યુ હતુ.આ લાઈબ્રેરી પુસ્તક પાછુ આપવાની સમય મર્યાદા પૂરી થઈ જાય તે બાદ રોજના પાંચ સેન્ટ લેખે દંડ વસૂલે છે.
આ પુસ્તકનો દંડ ગણવામાં આવે તો 2483 ડોલર એટલે કે બે લાખ રુપિયા જેટલો થવા જાય છે.આ પુસ્તકના આગળના અને છેલ્લા પાનામાં સો વર્ષથી પણ વધારે જૂની વસ્તુઓનો ઉલ્લેખ છે.જેમાં ક્યારે ક્યારે આ પુસ્તક ઈસ્યૂ કરવામાં આવ્યુ હતુ અને ક્યારે પાછુ આવ્યુ તેની એન્ટ્રી પણ મોજૂદ છે.