ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
સરદાર પટેલ ગ્રુપ અને જય વેલનાથ યુવા મંચ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે રવિવારે સાંજે 3થી રાત્રે 10 વાગ્યા સુધી બેડીપરા પટેલવાડી રાજકોટ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પમાં સૌને જોડાવા અનુરોધ છે. આ કેમ્પમાં કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે જે બ્લડ એકત્ર થશે
- Advertisement -
તે થેલેસેમિયાના બાળકોને અર્પણ કરાશે તેમજ સરદાર પટેલ ગ્રુપ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ જસ્મીનભાઈ પીપળીયા અને જય વેલનાથ યુવા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દેવભાઈ કોરડીયાની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.