ખાસ-ખબર સંવાદદાતા
દિવ જીલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભવ અંતર્ગત શિવ સદન હોલ, વણાંકબારા મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ દિવ સરકારી હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ડો. સફિ સાહેબ, શ્રી વડીશેરી કોળી સમાજ વણાંકબારા નાં પટેલ ડો. જીતેન્દ્ર કે.સોલંકી, ડો. હરેશ રામજી સોલંકી, વણાંકબારા ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચ શ્રીમતી મિનાક્ષીબેન જીવન, પૂર્વ ઉપસરપંચ નરસિંહભાઈ રામજી તેમજ પંચાયત કર્મચારીઓ દ્વારા રક્તદાન કરીને કરવામાં આવેલ. જે બાદ પ્રતિષ્ઠિત નાગરિકો અને ગ્રામજનો દ્વારા પણ ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું.
આમ, આ રક્તદાન શિબિર અંતર્ગત બ્લડ ડોનરો દ્વારા ટોટલ 16 યુનિટ બ્લડ આપવામાં આવેલ.