ખાસ-ખબર સંવાદદાતા
ભેસાણ તાલુકાના ચુડા ગામે સાત વર્ષની બાળકી વૃંદા કે જેઓ છ મહિનાની ઉંમરથી થેલીસીમિયા રોગથી પોઝિટિવ છે અને તેને 20થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચઢાવવામાં આવતું હોય ફૂલ જેવી બાળકી વૃંદાના પપ્પા છેલ્લા સાત વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે શ્રી ડોળેશ્વર ગૌશાળા, નવકાર ઈંગ્લીશ સ્કૂલ, સરપંચ તથા તમામ યુવાનો સાથે મળીને જેતપુરની નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેન્ક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પ યોજવા બદલ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.