પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન મેદાન પર એક અલગ જ નજારો જોવા મળ્યો. મેચને વચ્ચે થોડી વાર માટે અટકાવી દેવી પડી પછી ફરી મેચ શરૂ થઈ ગઈ. જાણો શું છે સમગ્ર મામલો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
- Advertisement -
આ દરમિયાન, કેટલીક મજેદાર કોમેન્ટ્રી પણ સાંભળવા મળી. મેદાનમાં બ્લેક કેટની એન્ટ્રી પછી, કોમેન્ટેટર્સે કહ્યું કે બ્લેક કેટે બ્લેક કેપ (ન્યુઝીલેન્ડ) ને જોઇન કર્યું. ત્યારે ડેની મોરિસન કોમેન્ટ્રી કરી રહ્યા હતા. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ક્યારેક કૂતરો, ક્યારેક સાપ અને ક્યારેક કોઈ બીજું મેદાન પર આવી જાય છે. આને સુરક્ષામાં ખામી પણ ન કહી શકાય કારણ કે તેમને મારવા એ પણ એક ગુનો છે. મૂંગા જીવો ઘણીવાર મેચમાં ખલેલ પહોંચાડે છે, પરંતુ આ કોઈ નવી વાત નથી. કાળી બિલાડીનો વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પોતે તેના ઓફિશિયલ X હેન્ડલ પર શેર કર્યો છે. PCBએ તેના કેપ્શનમાં લખ્યું, “અમારી પાસે મેદાનમાં ક્રિકેટનો આનંદ માણતી કેટલીક બિલાડીઓ છે.” કાળી બિલાડી મેદાનની એક તરફથી બીજી તરફ જતી જોઈ શકાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનનો કારમો પરાજય
- Advertisement -
જણાવી દઈએ કે ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી લીધી. પાકિસ્તાન પહેલા બેટિંગ કરવા આવ્યું અને 49.3 ઓવરમાં 242 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પાકિસ્તાન તરફથી કેપ્ટન મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 46 રન બનાવ્યા. જ્યારે સલમાન આગાએ 45 રનનું યોગદાન આપ્યું. આ ઉપરાંત ફખર ઝમાન, બાબર આઝમ અને સઈદ શકીલ જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા.
ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને સરળતાથી હરાવ્યું
જોકે, ન્યૂઝીલેન્ડે 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ન્યુઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલે 58 બોલમાં સૌથી વધુ 57 રન બનાવ્યા. જ્યારે ટોમ લેથમે 64 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાન તરફથી નસીમ શાહ સૌથી સફળ બોલર રહ્યો. નસીમ શાહે 2 બેટ્સમેનની વિકેટ લીધી. આ ઉપરાંત શાહીન આફ્રિદી, અબરાર અહેમદ અને સલમાન આગાએ 1-1 વિકેટ લીધી.