વીજ શોક લાગતાં બાઇક પણ આગમાં ખાખ થઈ ગયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
રાજકોટના કુવાડવા પાસે આવેલા રફાળા ગામની સીમમાં 11 કેવીનો વીજ વાયર તૂટીને માથે પડતાં ત્યાંથી પસાર થતા બાઇકસવાર યુવકનું સળગી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજકોટના રફાળા ગામની સીમમાં વાડીમાં એક યુવકને વીજશોક લાગતાં તેનું મોત નીપજ્યું હોવાની કંટ્રોલમાં જાણ કરવામાં આવતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક રફાળા ગામની સીમમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો પ્રકાશ સુંદરિયા મંડલોપ ઉ.27 હોવાનું અને તે તેનું બાઇક લઇને જતો હતો ત્યારે 11 કે.વી.ની લાઇન તૂટી જતા માથે પડતા સળગી જતા તેનું મોત નીપજ્યું હોવાનું અને બાઇક પણ સળગીને ખાખ થઇ ગયાનું જાણવા મળતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી ખેતમજૂરી કરતાં યુવકના મોતથી પરિવાર ભાંગી પડ્યો છે.