ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના વૈભવ ફાટક પાસે પાર્ક કરેલી બાઈક માં અચાનક આગ લાગી હતી.જૂનાગઢના બસ સ્ટેન્ડ રોડ તરફના રસ્તા પર આવેલી એક બિલ્ડીંગ બહાર પાર્ક કરેલી બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાય હતી આસપાસના વિસ્તારો માં હોસ્પિટલ,24 કલાક મેડિકલ, એગ્રો, તેમજ ફર્નિચર શોરૂમ આવેલા છે, તેમજ લોકોની અવર જવરથી ધમધમતા વૈભવ ફાટક રોડ પર અચાનક આગ લાગતા લોકોમાં અફરા તફરી મચી હતી.પાર્ક કરેલી ટુ વ્હીલમાં આગ લાગતા આજુબાજુના દુકાનદારોએ પાણીનો છંટકાવ કરી આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો.આગ લાગ્યા બાદ ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગઈ હતી. ટુ વ્હીલર માં આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. તો પાર્ક કરેલી બાઈકમાં અચાનક આગ લાગતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે ફાયર વિભાગ અને સ્થાનિક લોકો એ આગ બુજાવી હતી.
- Advertisement -