દિલ્હીમાં મોટી દુર્ઘટના ઘટી છે. દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમના ગેટ નંબર બે પાસે પંડાલ ધરાશાયી થયો હતો, જેમાં 10-12 લોકોના દબાયા હોવાની આશંકા છે. બચાવ મટે પોલીસ અને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ઘાયલોની સારવાર માટે એમ્સ લઇ જવામાં આવ્યા છે.
સાઇથ ડીસીપના જણાવ્યા મુજબ, જવાબરલાલ નેહરૂ સ્ટેડિયમના ગેટનંબર-2 પર મેરેજની તૈયારી માટે મોટો પંડાલ બનાવવામાં આવ્યો હતો, તે ધરાશાયી થઇ ગયો હતો. લગભગ 10-12- લોકો દટાયાની આશંકા છે. જેને બહાર કાઢવા માટે એમ્સ ટ્રોમા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. હાલમાં કોઇ જાનહાનિના સમાચાર નથી. રેસ્કયૂ માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યૂલન્સ ઘટનાસ્થળે હાજર છે.
- Advertisement -
VIDEO | A tent erected outside the gate no. 2 of Jawaharlal Nehru Stadium, #Delhi, has collapsed. Rescue operations underway. More details are awaited.
(Source: Third Party) pic.twitter.com/3C86n6L9gi
— Press Trust of India (@PTI_News) February 17, 2024
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંડાલ પડવાના લીધે કેટલાક લોકો દટાયા છે. સવારે લગભગ 11:21ના દુર્ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અને બીજી ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.