બજેટની મંજૂરી આપવા માટે મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ એક મોટું નિવેદન આપ્યું હતું.
ગરીબો પર માતા લક્ષ્મીની કૃપા
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્રની કાર્યવાહીમાં સામેલ થવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા. પીએમ મોદીએ આ દરમિયાન પત્રકારોને સંબોધતા ધનની દેવી માં લક્ષ્મીનું સ્મરણ કર્યું અને સમૃદ્ધિની દેવીની સ્તુતિ કરી હતી અને કહ્યું કે આ સદીઓ જૂની પરંપરા છે. પીએમ મોદીએ કહ્યું કે, માં લક્ષ્મીને પ્રાર્થના કરૂ છું કે સમૃદ્ધિ અને વિવેક, સમૃદ્ધિ અને કલ્યાણ પણ આપે છે. હું પ્રાર્થના કરૂં છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમવર્ગ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહે. ગણતંત્રના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આ દરેક દેશવાસીઓ માટે સૌથી ગૌરવપૂર્ણ છે.