શેન વોર્નના નિધન બાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે અને એમના સમ્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક મોટો નિર્ણય લીધો છે.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે પણ આ ટેસ્ટ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક મોટો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે આ નિર્ણય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં આપવામાં આવતા એક મોટા એવોર્ડ ને લઈને છે જેનું નામ હવે બદલીને શેન વોર્ન કરી દેવામાં આવ્યું છે. શેન વોર્નના નિધન બાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે અને એમના સમ્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ બદલીને શેન વોર્ન રાખી દીધું છે.
- Advertisement -
ઓસ્ટ્રેલિયાએ એવોર્ડનું નામ બદલવાનો નિર્ણય
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં શેન વોર્નના સન્માનમાં ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. આ સાથે જ રાષ્ટ્રગીત દરમિયાન ખેલાડીઓ શેન વોર્ન જે ટોપી પહેરતા હતા એવી જ ટોપી પહેરીને બહાર આટલું જ નહીં મેચ જોવા આવેલા દર્શકો પણ શેન વોર્નના સન્માનમાં વોર્નની જેમ ટોપી પહેરીને જોવા મળ્યા હતા. આ બધા સાથે જ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એવોર્ડનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે.
The Shane Warne Test Player Of The Year sounds pretty good to us ❤️ pic.twitter.com/S5Iasx6Hyw
— Cricket Australia (@CricketAus) December 26, 2022
- Advertisement -
શેન વોર્નના નામ પર રહેશે ટેસ્ટ એવોર્ડ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયનો અર્થ એવો થયો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એવોર્ડ સમારોહમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયરને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરની ટ્રોફી નહીં પરંતુ શેન વોર્ન મેન્સ ટેસ્ટ પ્લેયરની ટ્રોફી આપવામાં આવશે. જણાવી દઈએ કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે શેન વોર્નની ઘણી યાદો જોડાયેલી છે. એમને આ મેદાન પર ઘણા શાનદાર પ્રદર્શન કર્યા હતા અને આ સિવાય એમને આ મેદાન પર તેની 700મી ટેસ્ટ વિકેટ પણ લીધી હતી.
માર્ચમાં થયું હતું શેન વોર્નનું મૃત્યુ
ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનરનું આ વર્ષે માર્ચમાં થાઈલેન્ડમાં નિધન થયું હતું. માત્ર 52 વર્ષની ઉંમરે તેમના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર વિશ્વ ક્રિકેટ હચમચી ગયું હતું. જણાવી દઈએ કે વોર્નનું નિધન હાર્ટ એટેક કારણે થયું હતું અને ત્યારબાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી જ શેન વોર્નને અંતિમ વિદાય આપવામાં આવી હતી. શેન વોર્ને પોતાની કારકિર્દીમાં 145 ટેસ્ટ રમી હતી જેમાં 708 વિકેટ લીધી હતી.