એન્જિન પાર્ટ્સ, પ્લાસ્ટિક મશીનરી, કોટન ફેબ્રિક્સ સહિતની વસ્તુઓ બાંગ્લાદેશ નિકાસ થાય છે
રાજકોટમાંથી દર મહિને 300 ક્ધટેનરો ભરીને માલ બાંગ્લાદેશ મોકલવામાં આવે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાંગ્લાદેશમાં હિંસા અને અશાંતિથી ગુજરાતના વેપાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. જેમાં રાજકોટમાંથી દર મહિને 300 ક્ધટેનરો ભરીને માલ બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. રાજકોટથી એન્જિન પાર્ટ્સ, પ્લાસ્ટિક મશીનરી, કોટન ફેબ્રિક્સ સહિતની વસ્તુઓ બાંગ્લાદેશ નિકાસ થાય છે. અરાજકતાના માહોલ વચ્ચે બાંગ્લાદેશ સાથેનો વેપાર હાલ ઠપ છે. વેપાર ક્યારે શરૂ થશે તે કહેવું ઉદ્યોગકારો માટે પણ મુશ્કેલ છે. તહેવાર પહેલા જ પાડોશી દેશની આગે રાજકોટ સહીત રાજ્યના વેપારને પણ દઝાડ્યુ છે. બાંગ્લાદેશમાં અનામત વિરોધી અંદોલનના કારણે તોફનો ફાટી નીકળ્યા છે અને બાંગ્લાદેશની આર્મીએ દેશનો હવાલો સંભાળ્યો છે. ભારતના પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને ખરાબ અસર થવાની શક્યતાઓ રહેલી છે.
આ બંને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહીને અંદાજે રૂપિયા 800-1,000નો નિકાસ વેપાર થાય છે. કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની શક્તાઓ છે. કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સ્ટાઈલનું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાયઝ ઇન્ટરમીડીયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે.
- Advertisement -
કેમેક્સિલના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂ.5,000 કરોડની નિકાસ થઇ હતી. દર મહિને અંદાજે રૂ. 400-500 કરોડનો વેપાર થતો હોય છે. હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી. રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે. જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું છે. કેમિકલ્સ ઉત્પાદકો હાલ કોઈ નવા ઓર્ડર પણ નથી લઇ રહ્યા અને બાંગ્લાદેશની મુલાકાત ન લેવા પણ જણાવ્યું છે. ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેં મેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહીને અંદાજે રૂ. 200 કરોડની નિકાસ થાય છે. હાલ મળતી વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3,000થી વધુ ટેક્સ્ટાઈલ મિલો બંધ થઇ ગઈ છે. બાંગ્લાદેશ પરંપરાગત રીતે ભારતનું સ્પર્ધક રહ્યું છે. સસ્તી મજુરીના કારણે યુરોપ, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના ઓર્ડર ત્યાં જતા રહ્યા હતા.