ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ સરકારશ્રી નાં નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિન નિમત્તે કોડીનાર તાલુકામાં બેટી બચાવો બેટી ભણાવો થીમ પર ગીર સોમનાથ તથા તાલુકા હેલ્થ ઓફિસ કોડીનાર દ્વારા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બી. બી. વિદ્યાલય કોડીનારની વિદ્યાર્થિનીઓ, શિક્ષક સ્ટાફગણ, આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.આ રેલીનું પ્રસ્થાન બી. બી. વિદ્યાલય ખાતેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અરૂણકુમાર રોય, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, ડો.એમ.આર.પઢિયાર, મામલદાર રાદડિયા કોડીનાર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હરિભાઈ જાદવ, અમુભાઈ વાજા વગેરે સામાજિક આગેવાનો તથા અધિકારીઓએ લીલી ઝંડી આપ્યાં બાદ રેલી ત્યાંથી મામલતદાર કચેરી થઈ ને ફરી પાછી બી. બી. વિદ્યાલય કોડીનાર સુધી આવી હતી.
જેમાં બેટી બચાવો બેટી ભણાવોનાં સૂત્રોચ્ચાર તથા નારાઓ લગાવી લોકોને દીકરીઓને સમાજમાં થતી ભેદભાવ અને કુરિવાજો પ્રત્યે જાગૃત બને દીકરીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તથા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તેવો સંદેશ લોકોને આપવામાં આવ્યો હતો.